નખત્રાણામાં ઠગાઈના બનાવમાં પોલીસે અરજદારને ૭.ર૦ લાખની રોકડ પરત અપાવી

તાલુકાના વેરસલપરમાં રહેતા ફરિયાદીને નડતર દૂર કરવાની વિધિ કરવાનું કહી રૂપિયા ડબલ કરી આપવાનું કહીને અલગ અલગ સમયે ખેતરમાં અને દરગાહે બોલાવી ફરિયાદી અને સાહેદ પાસેથી ૭.૫૦ લાખ મેળવી ઠગાઈ કરવામાં આવી હતી. આ બનાવમાં આરોપી રહીમનગર ભુજના પીરમામદ ફકીરમામદ ફકીર અને લતીફ ફકીરમામદ ફકીરને ઝડપી લેવામાં આવ્યા હતા. આરોપીઓ પાસેથી ૭.૨૦ લાખ રિક્વર કરવામાં આવ્યા.
હતા. અદાલતના હુકમના આધારે નખત્રાણા પીઆઈ જે.ડી. સરવૈયાએ અરજદાર વેરસલપર રોહાના નરોત્તમભાઈ મોહનલાલ પટેલને મુદ્દામાલ પરત આપી તેરા તુજકો અર્પણ અભિયાનને સાર્થક કર્યું છે.