માનકુવા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ પ્રોહિબિશનના ગુનામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી LCB પશ્ચિમ કચ્છ-ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.એમ.મકવાણા તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ હેડ કોન્સ્ટેબલ નવીનભાઇ જોષી, શક્તિસિંહ ગઢવી, સુનીલભાઇ જોષી તથા દિવ્યરાજસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ ગઢવીનાઓ નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન નવીનભાઇ જોષી તથા શક્તિસિંહ ગઢવીનાઓને બાતમી હકીકત મળેલ કે, માનકુવા પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં.૦૩૮૯/૨૦૨૫ પ્રોહિ ધારા કલમ ૬૫(એ) (ઇ), ૧૧૬ (બી),૮૧,૮૩, ૯૮(૨) તથા બી.એન.એસ.૨૦૨૩ ની કલમ ૧૧૨(૨) મુજબના ગુના કામેનો આરોપી કારૂભા ઉર્ફે ભાણુભા હરીસંગજી જાડેજા રહે. ચંદ્રનગર તા.નખત્રાણાવાળો હાલે નળ સર્કલ પાસે આવેલ એકતા ટી સ્ટોર પાસે હાજર છે જે હકીકત આધારે તપાસ કરતા મજકુર ઇસમ મળી આવેલ જેથી મજકુર ઇસમને ઉપરોક્ત ગુના કામે હસ્તગત કરી માધાપર પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ.

  • પકડાયેલ આરોપી
  • કારૂભા ઉર્ફે ભાણુભા હરીસંગજી જાડેજા ઉ.વ.૩૨ રહે.ચંદ્રનગર તા.નખત્રાણા