મુન્દ્રામાં એડવોકેટ પર હુમલા મામલે ત્રણ આરોપી પકડાયા…

મુંદરામા તારીખ 13-01-2026ના રોજ મુંદરા શહેરના આદર્શ ટાવર નજીક જાહેરમાં એડવોકેટ શ્રી વિજયસિંહ અજીતસિંહ જાડેજા પર અજાણ્યા શખ્સો દ્વારા હીચકારો હુમલો કરવામાં આવ્યો હતો. થયેલા આ હુમલાથી બાર એસોસિયેશનમાં ભારે રોષ ફેલાયો હતો. ઘટનાને લઈ મુંદરા પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે ઝડપી તપાસ કરીને એડવોકેટ પર થયેલા હુમલા મામલે ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં આદિપુરના વિજય વીરા ટાપરીયા, હીરજી કાનજી બારોટ તથા મુન્દ્રા તાલુકાના ભુજપુરના દેવાંગ ગઢવીનો સમાવેશ થાય છે. આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરાઇ છે. આ કેસની વધુ તપાસ મુંદરા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. શ્રી કુલદીપસિંહ જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. હુમલા પાછળના કારણો, તથા અન્ય સંડોવાયેલા તત્વો અંગે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. હાલ આ ઘટનામાં ત્રણ આરોપીને ઝડપી લેવાયા છે