મુંદરાના મોટા કાંડાગરામા ભારત પેટ્રોલીયમ પેટ્રોલપંપ નજીકથી પદાર્થ ગાંજા ૬.૪૫૪ કિલો નાર્કોટીક્સ મુદ્દામાલ તેમજ કુલ ૬.૪૩,૨૦૦/- ના મુદામાલ સાથે ૦૧ આરોપીની થઈ ધરપકડ

પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજના શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ પશ્ચિમ કચ્છ-જીલ્લામાં નાર્કોટીક્સની, ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલ ઈસમો વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા સુચના આપેલ હોઈ જેથી નાર્કોટીક્સની બદી સદંતર નેસ્તનાબુદ કરવા એસ.ઓ.જીનાં પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.ડી.પરમાર તથા પોલીસ ઇન્સ્પેકટરશ્રી પી.સી શીંગરખીયાનાઓએ ટીમના પો.સ.ઇ.શ્રી ડી.બી. વાઘેલા સાહેબનાઓને અલગ-અલગ ટીમ બનાવી કાર્યવાહી કરવા સુચના આપેલ હોઈ, જે અન્વયે એસ.ઓ.જી. સ્ટાફના અધિકારી/કર્મચારીઓ પ્રયત્નશીલ હતા.

દરમ્યાન ગઇકાલ તા.૧૬/૦૧/૨૦૨૬ નાં રોજ એસ.ઓ.જી સ્ટાફના કર્મચારીઓ મુંદરા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઇ ચેતનસિંહ જાડેજા તથા પો.હેડ.કોન્સ ગોપાલભાઈ ગઢવીનાઓને સંયુક્ત રીતે મળેલ ખાનગી રાહે સચોટ બાતમી હકિકત અન્વયે જરૂરી વર્કઆઉટ કરી મુંદરા તાલુકાના મોટા કાંડાગરા ગામે આવેલ ભારત પેટ્રોલીયમ પેટ્રોલપંપ પાસેથી આરોપી સબીર ઈસ્માઈલ વાઘેર (ભૂસર) ઉ.વ. ૩૬, રહે વાઘેરવાસ, ત્રગડી, તા.માંડવીવાળાને માદક પદાર્થ ગાંજો જેનું વજન ૬.૪૫૪ કિલો, કિ.રૂ. ૩,૨૨,૭૦૦/- ના નાર્કોટિક્સ મુદામાલ સાથે ઝડપી પાડી મજકુર આરોપી વિરુદ્ધ મુંદરા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી

સબીર ઈસ્માઈલ વાઘેર (ભૂસર) ઉ.વ. ૩૬, રહે.વાઘેરવાસ, ત્રગડી, તા.માંડવી

કબ્જે કરેલ મદામાલ

  • (૧) માદક પદાર્થ ગાંજો, ૬.૪૫૪ કિલો, કિ.રૂ. ૩,૨૨,૭૦૦/-

(૨) મોબાઇલ નંગ-૦૧ કિ.રૂ.૧૦,૦૦૦/-

(૩) રોકડા રૂપિયા ૧૦,૫૦૦/-

  • (૪) મોબીલીયો કાર કિ.રૂ ૩,૦૦,૦૦0/-

એમ કુલ્લે કિ.રૂ.૬,૪૩,૨૦૦/-

  • કામગીરી કરનાર અધિકારીશ્રી તથા કર્મચારીઓ

એસ.ઓ.જી. પશ્ચિમ-કચ્છ-ભુજનાં પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.ડી.પરમાર, પોલીસ ઇન્સ્પેકટરશ્રી પી.સી.શીંગરખીયા તથા પો.સબ.ઇન્સશ્રી ડી.બી.વાઘેલા તથા એસ.ઓ. જી.,ભુજના પોલીસ કર્મચારીઓ એ.એસ.આઇ. ચેતનસિંહ જાડેજા, સિધ્ધરાજસિંહ ઝાલા, રજાકભાઇ સોતા, દિનેશભાઇ ગઢવી, પો.હે.કો. ગોપાલભાઈ ગઢવી, પૃથ્વીરાજસિંહ વાઘેલા, મહિપતસિંહ સોલંકી તથા પો.કોન્સ. દિનેશભાઇ ચૌધરીનાઓ જોડાયેલ હતા.