કચ્છ વાસીઓને શુધ્ધ- સાત્વિક અને ગુણવત્તા યુક્ત ખોરાક મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ભુજ કટ્ટીબદ્ધ

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ભુજ – કચ્છ દ્વારા કચ્છ જીલ્લા ના રહેવાસીઓ ને શુધ્ધ- સાત્વિક અને ગુણવત્તા યુક્ત ખોરાક મળી રહે તે બાબતે પ્રતિબદ્ધતા અંતર્ગત જિલ્લા ના વિવિધ વિસ્તારો
માં અવાર નવાર તપાસ કરવામાં આવે છે . તથા વિવિધ ખાણી પીણીની એકમોમાંથી નમૂના લેવામાં આવે છે તથા આ નમૂના ના પૃથ્થકરણ અહેવાલ ના પરિણામ અનુસાર વિવિધ એકમો પર
કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. આ તંત્ર દ્વારા કચ્છ જિલ્લા માંથી લેવામાં આવેલા નમૂના ના પૃથ્થકરણ અહેવાલ અનુસાર યોગ્ય ન જણાતા નમૂના ઓ જેવા કે લો ફેટ પનીર, પનીર, અર્બન
મોંક કીવી મોજીતો, કેસર પેંડા જેવા નમૂના નાપાસ જાહેર થયેલ છે તેમજ દિવાળી સમયે ફૂડ સેફ્ટી ઓફિસર એમ.એમ.પટેલ તથા એસ.બી.પટેલ દ્વારા કલાપૂર્ણ ઘી પેઢી ભુજ ખાતે થી ઘીના
વિવિધ ચાર નમૂના લેવામાં આવેલ તેમજ સ્થળ પર હાજર તમામ જથ્થો અંદાજીત ૧૨.૫૦ લાખ રૂપિયા નો જથ્થો સીઝ કરવામાં આવેલ હતો. આ તમામ નમૂનાઓ નાપાસ જાહેર થયેલ છે જે
બાબતે આગળ ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કાયદેસરની કેસની કાર્યવાહી કરવામાં આવશે.