કોલ્ડડીંકસની એક્સપાયર બોટલો પકડી એક ઇસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી LCB પશ્ચિમ કચ્છ ભુજ

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ ગેરકાયદેસર પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ.

જે અનુસંધાને આજરોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.એમ. મકવાણા તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હતી. જે સુચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. નિલેશભાઇ ભટ્ટ, અનિરૂધ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઇ રાવલ તથા શક્તિસિંહ ગઢવી તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજભાઇ ગઢવીનાઓને ગેરકાયદેસર પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન નિલેશભાઇ ભટ્ટ તથા ધર્મેન્દ્રભાઈ રાવલનાઓને સયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, ભુજ બસ સ્ટેશન રોડ ભીડ ગેટ અંદર આવેલ ગુરુદેવ સેલ્સ એજન્સીના માલીક વિરલ રાજેશ શેઠ વાળો પોતાના કબ્જાની છોટા હાથી (સુપર કેરીયર) બંધ બોડી વાળુ વાહન જેના રજી.નં.-જીજે-૧૨-સી.ટી-૦૫૦૯ વાળા વાહનમાં પાણી તથા ઠંડાપીણાની કાર્ટુન જે એક્સપાયર ડેટ થઈ ગયેલ છે. જેનુ વેચાણ કરવા નિકળેલ હોવાની બાતમી હકીકત મળેલ જે હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા અલગ -અલગ કંપનીના ઠંડાપીણાની નાની અને મોટી બોટલોના કારટુન મજકુરના કબ્જામાંથી મળી આવેલ જેમાંથી અમુક કારટુનમાંની બોટલો ઉપર એકપાયરીની વિગત ભુસેલી તથા એકસપાયરી થયેલ બોટલો મળી આવેલ. જેથી મજકુર ઇસમ દ્વારા પોતાના વાહનમાં ઠંડાપીણાની એકસપાયરી પુરી થઈ ગયેલ હોવાનું પોતે જાણવા છતા ઠંડાપીણાની એકસપાયરી થયેલ ૨૦૦ એમ.એલ.ની કુલ બોટલો નંગ-૮૪૦ કુલ્લે કિં.રૂ. ૮૪૦૦/- તથા સુંદર મુદ્દામાલને હેરફેર માટે ઉપયોગમાં લીધેલ છોટા હાથી જેના રજી.નં. GJ-12- CT – 0509 કિં.રૂ.૧,૫૦,૦૦૦/- એમ કુલ્લે રૂ.૧,૫૮,૪૦૦/-ના મુદ્દામાલ સાથે મળી આવેલ હોઈ જેથી તેના વિરૂધ્ધ ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ સને ૨૦૨૩ ની કલમ ૨૭૫ મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. તેમજ મજકુર ઇસમના કબ્જાના ગોડાઉનમાંથી ઠંડા પીણાની એક્સપાયરી થયેલ કુલ બોટલો નંગ- ૭૮૩૦ કિં.રૂ. ૭૮,૩૦૦/- નો મુદ્દામાલ મળી આવેલ જે અંગે ફુડ અને ડ્રગ્સ વિભાગ ભુજનો સંપર્ક કરીને જાણ કરવામાં આવેલ છે.

: કબ્જે કરેલ મુદ્દામાલ

  • ઠંડાપીણાની એક્સપાયરી થયેલ ૨૦૦ એમ.એલ.ની કુલ બોટલો નંગ- ૮૪૦ કુલ્લે કિં.રૂ. ૮૪૦૦/-

સુંદર મુદ્દામાલને હેરફેર માટે ઉપયોગમાં લીધેલ છોટા હાથી જેના રજી.નં. GJ-12- CT – 0509

७.३.१,५०,०००/-

*• ફુડ અને ડ્રગ્સ વિભાગને રીપોર્ટ કરેલ મુદ્દામાલ

  • ઠંડાપીણાની એક્સપાયરી થયેલ કુલ બોટલો નંગ- ૭૮૩૦ કિં.રૂ. ૭૮,૩૦૦/-

હાજર મળી આવેલ ઇસમ

  • વિરલ રાજેશ શેઠ ઉ.વ.૨૧ ધંધો-સેલ્સ એજન્સી રહે-મ.ન.૨૦૨, રાધે એપાર્ટમેન્ટ, પટેલ કોલોની, લાલટેકરી, ભુજ