NDPS એક્ટના ગુનામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી LCB પશ્ચિમ કચ્છ-ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.

જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.એમ.મકવાણા તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. અનિરૂધ્ધસિંહ રાઠોડ, નિલેશભાઇ ભટ્ટ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઇ રાવલ તથા શક્તિસિંહ ગઢવીનાઓ નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન અનિરૂધ્ધસિંહ રાઠોડ તથા ધર્મેન્દ્રભાઇ રાવલનાઓને સયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે, ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનના ગુ.ર.નં. ૧૩૬૨/૨૦૨૫ નાર્કોટીકસ ડ્રગ પ્રદાર્થ અધિનિયમ કલમ ૮(સી), ૨૨(બી) (i), બી, ૨૯ મુજબના ગુના કામેનો આરોપી સરફરાજ મોહમદસરીફ ટાંક રહે. સંજોગનગર, ભુજવાળો હાલે આશ્રમ ચોકડી પાસે હાજર છે જે હકીકત આધારે તપાસ કરતા મજકુર ઇસમ મળી આવેલ જેથી મજકુર ઇસમને ઉપરોકત ગુન્હા અંગેની સમજ આપી પુછ-પરછ કરતા મજકુર ઇસમે ઉપરોક્ત ગુનો કરેલ હોવાની કબુલાત આપેલ જેથી મજકુર ઇસમને ઉપરોક્ત ગુના કામે અટક કરી ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ.

પકડાયેલ આરોપી

  • સરફરાજ મોહમદસરીફ ટાંક ઉ.વ. ૨૮ રહે. શાળા નંબર ૧૬ ની સામે સંજોગનગર, ભુજ

સરફરાજ મોહમદસરીફ ટાંકનો ગુનાહિત ઇતિહાસ

  • માનકુવા પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૦૦૬૦/૨૦૧૮ આઇ.પી.સી. ક.૧૨૦(બી),૩૦૨,૩૦૭,૩૨૩ તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબ
  • ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૦૦૮૭/૨૦૧૭ પ્રોહિ કલમ ૬૬(૧)(બી) વિગેરે મુજબ
  • ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૦૨૭૭/૨૦૧૮ પ્રોહિ કલમ ૬૫(એ)(એ), ૯૮(૨) મુજબ
  • ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.૨.નં. ૧૩૧/૨૦૨૦ આઇ.પી.સી. ક. ૧૧૪,૧૮૬,૩૨૩ મુજબ
  • ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૪૯૦/૨૦૨૩ પ્રેઝન એક્ટ ૫૧(એ), ૫૧(બી) મુજબ
  • ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૦૦૯૭/૨૦૨૨ આઇ.પી.સી. ક. ૧૧૪,૨૯૪ (બી),૩૨૩, ૩૨૪,૫૦૪,૫૦૬(૨) તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબ