ક્રિકેટના સટ્ટા-જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી મુંદરા પોલીસ

મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડિયા સાહેબ બોર્ડર રેન્જ-ભુજ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજ તથા ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ.જે.ક્રિશ્રિયન સાહેબ મુંદરા વિભાગ મુંદરા નાઓએ દારૂ તથા જુગારની બદી નેસ્ત નાબુદ કરવા સુચના આપેલ.
જે અન્વયે મુંદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટરશ્રી એસ.એમ.રાણા નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ મુંદરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલીંગમા હતા.તે દરમ્યાન પો.કોન્સ. હરપાલસિંહ બળવંતસિંહ નાઓને ખાનગીરાહે બાતમી હકિકત મળેલ કે,શક્તિનગર થી ઝીરો પોઇન્ટ તરફ જતા રોડ પર આવેલ ઝેડ પ્લસ હોટલ ની સામે આવેલ નાસ્તાની લારીની બાજુમાં હાજર ઈસમ જે મોબાઇલ ફોન ઉપર માસ્ટર આઇડી દ્રારા અલગ અલગ ગ્રાહકોને સબ આઇ.ડી. આપી ક્રિકેટ મેચ ઉપર રુપીયાની હારજીતનો જુગાર રમી રમાડે રહેલ છે. જે બાતમી હકીકત આધારે વર્ક આઉટ કરી હકિકત વાળી જગ્યાએ જઈ રેઇડ કરતા નીચે મુજબનો ઇસમ મુદ્દામાલ સાથે મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી:-
અલ્પેશકુમાર કાંતીભાઇ પટેલ ઉ.વ.૪૬ રહે મકાન નંબર-૭૦ શીવટાઉનશીપ-મુંદરા
કબ્જે કરેલ મુદ્દામાલ:-
(૧) રોકડા રૂા. ૧૭૦૦૦/- તથા મોબાઈલ ફોન નંગ-૧ કિ.રૂા.૫,૦૦૦/તથા મોબાઈલમાં રહેલ માસ્ટર આઇ ડી નું બેલેન્સ રૂ. ૬,૭૭,૫૬૦.૨૧
આ કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓ :-
આ સરાહનીય કામગીરીમાં પો.ઇન્સ.એસ.એમ.રાણા નાઓની સુચનાથી પી.એસ.આઈ. એન.પી. ગોસ્વામી તથા સર્વેલન્સ સ્ટાફના માણસો જોડાયેલ હતા.