આધાર પુરાવા વગરના કોપરના વાયરો રુ.5,00,000/- સહિત કુલ કિં.રૂ.15,01,000/- નો મદ્દામાલ પકડી પાડતી LCB પશ્ચિમ કચ્છ ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ.

જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.એમ.મકવાણા તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી જાદવનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હતી જે સુચના મુજબ એ.એસ.આઇ. નિલેશભાઇ ભટ્ટ, અનીરૂધ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઇ રાવલ, શક્તિસિંહ ગઢવી તથા પોલીસ કોન્સ્ટેબલ રઘુવીરસિંહ જાડેજાનાઓ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અનીરૂધ્ધસિંહ રાઠોડ તથા રઘુવીરસિંહ જાડેજાનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, ખાવડા આર.ઈ. પાર્ક ખાતે કંપંની અંદર કામ કરતા ઇસમો દ્વારા અવાર નવાર તેના અંદરના ભાગે થી કોપરના વાયરો ચોરી કરી બહાર લઈ જવામાં આવે છે અને હાલે ખાવાડા આર.ઇ. પાર્ક અંદર થી એક સફેદ કલરની ફોરચ્યુનર જેના રજી.નં. RJ 08 UA 4096 વાળી જેમાં આર.ઈ. પાર્ક અંદનના ભાગે થી કોપરના વાયરો ચોરી કે છળકપટથી મેળવી તેઓ આ કોપરના વાયરો લઈ ભુજ તરફ રહ્યા છે. જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા સદરહું બાતમી હકીકત વાળી ગાડી પધ્ધર બાજુ જતા આ બાબતે પધ્ધર પોલીસ સ્ટેશન ના એ.એસ.આઇ. શિવરાજસિંહ રાણા, મહીપાલસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ પરમાર, પૃથવીરાજસિંહ રાણા તથા પોલીસ હેડ કોન્સટેબલ નરેશભાઈ ચૌધરીનાઓને ઉપરોકત વાહનની વોચમાં રહેવા સમજ કરેલ દરમ્યાન સદર વાહન આવતા તેને રોકવાનો પ્રયત્ન કરતા તે સાઇડ માંથી ભાગી ગયેલ અને જેમો પીછો કરતા જે વાહન ચાલક પધ્ધર થી આગળ મમુઆરા ફાટક પાસે હસ્તીક હોટલની બાજુમાં રોડની સાઇડમાં ગાડી મુકી નાસી ગયેલ જેથી સદર વાહનના અંદરના ભાગે તપાસ કરતા તેમા કોપર વાયર તથા એક વાયર કાપવા માટેનું કટર મળી આવેલ જેથી મળી આવેલ મુદ્દામાલ શક પડતી મિલ્કત તરીકે બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ મુજબ કબ્જે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

કબ્જે કરેલ મુદ્દામાલ

કોપરના વાયર વજન આશરે ૫૦૦ કિ.લો. કિં.રૂ. ૫,૦૦,૦૦૦/-

  • ફોરચ્યુનર ગાડી રજી.નં. RJ 08 UA 4096 કિં.રૂ. ૧૦,૦૦,૦૦૦/-
  • વાયર કાપવા માટેનું કટર કિં.રૂ. ૧,૦૦0/-