ગાંધીધામમાં તંત્રોની કામગીરી દરમ્યાન 40 હજારના વાયરની તફડંચી

copy image

copy image

ગાંધીધામ શહેરમાં તંત્રોની કામગીરી દરમ્યાન દૂરસંચારના વાયરની તફડંચી થયાનો મામલો સપાટી પર આવ્યો છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા ગટર તથા વીજ તંત્ર દ્વારા અન્ડર ગ્રાઉન્ડ વાયરિંગની કામગીરી ચાલી રહી હતી તે દરમ્યાન  પી.જી.વી.સી.એલ. ના રૂા. 40,000ના વાયરની ચોરી કરી  કોઇ અજાણ્યા ચોર ઇશમો ફરાર થઈ ગયા હતા. આ મામલે વધુમાં માહિતી મળી રહી છે, ગાંધીધામના શિવાજી બગીચા ચાર રસ્તાથી ક્રોમાના શો રૂમ પાછળના ચાર રસ્તા સુધી મહાનગરપાલિકા દ્વારા ડ્રેનેજની કામગીરી ચાલુ છે તેની સાથોસાથ પી.જી.વી.સી.એલ. દ્વારા પણ વાયરિંગની કામગીરી જારી હતી. આ સમયે કોઈ નારાધમોએ અહીથી રૂા. 40,000ના આ 16 ફૂટ વાયર પર હાથ સાફ કર્યો હતો. આ મમલે પોલીસ નોંધ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.