વુડ મેકેન્ઝીના વૈશ્વિક ટોપ-10 રેન્કિંગમાં અદાણી સોલાર એકમાત્ર ભારતીય કંપની બની

અદાણી સોલારે ફરી એકવાર વિશ્વસ્તરે ડંકો વગાડ્યો છે. વુડ મેકેન્ઝીના ગ્લોબલ સોલાર મોડ્યુલ મેન્યુફેક્ચરર
રેન્કિંગમાં સ્થાન મેળવનારી એકમાત્ર ભારતીય કંપની તરીકે અદાણી સોલાર ઉભરી આવી છે. આ સિદ્ધિ સાથે વૈશ્વિક
સ્વચ્છ ઉર્જા ઉત્પાદનમાં ભારતનું કદ વધ્યું છે. અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (ANIL) ની સોલાર ફોટોવોલ્ટેઇક
મેન્યુફેક્ચરિંગ શાખા અદાણી સોલારને ગ્લોબલ એનર્જી એન્ડ નેચરલ રિસોર્સ કન્સલ્ટન્સી દ્વારા સર્વોચ્ચ એવો ગ્રેડ A
આપવામાં આવ્યો છે.
ક્રિસ્ટલાઇન સિલિકોન મોડ્યુલના 38 ઉત્પાદકોનું મૂલ્યાંકન કરનાર વુડ મેકેન્ઝી ના રિપોર્ટમાં અદાણી સોલારનું રેટિંગ
ટેકનોલોજી, સપ્લાય ચેઇન, વર્ટિકલ ઇન્ટિગ્રેશન, સંશોધન અને વિકાસ, ESG તેમજ કોર્પોરેટ જવાબદારીઓ જેવા
પરિમાણોમાં મજબૂત પ્રદર્શનના આધારે આપવામાં આવ્યું છે. ગ્લોબલ સોલાર મોડ્યુલ મેન્યુફેક્ચરર રેન્કિંગમાં અદાણી
સોલારને ૭મો ક્રમાંક આપવામાં આવ્યો છે.
આ સન્માન અદાણી સોલાર માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, 2025 સુધીમાં તેણે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય
બજારોમાં 15,000 મેગાવોટથી વધુ સોલાર મોડ્યુલની નિકાસ કરી છે. જેમાંથી, 10,000 મેગાવોટ ભારતમાં
સ્થાપિત કરાયા છે અને 5,000 મેગાવોટ વિદેશમાં નિકાસ કરવામાં આવ્યા છે.
લગભગ 70 ટકા મોડ્યુલ ભારતમાં ઉત્પાદિત સોલાર સેલનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા છે. આ સીમાચિહ્ન
સાથે અદાણી સોલાર આ સ્કેલ સુધી પહોંચનાર પ્રથમ અને સૌથી ઝડપી ભારતીય ઉત્પાદક કંપની બની છે.
રોજગારીની વાત કરીએ તો કંપનીએ 8,000થી વધુ પ્રત્યક્ષ રોજગારીનું સર્જન કર્યું છે, સાથે જ પરોક્ષ રોજગારીનું
પણ સર્જન થયું છે.
વુડ મેકેન્ઝીના રિપોર્ટમાં ટોચના 10માં રહેલા તમામ બિન-ચીની ખેલાડીઓ પ્રીમિયમ અને નફાકારક રહ્યા.
અહેવાલમાં અદાણી સોલાર અને DMEGC સોલારનો 100 ટકા ઉપયોગીતા સાથે નોંધપાત્ર યોગદાનનો ઉલ્લેખ
કરવામાં આવ્યો છે.
અદાણી સોલારને સતત આઠમા વર્ષે કિવા ફોટોવોલ્ટેઇક ઇવોલ્યુશન લેબ્સ દ્વારા ટોપ પર્ફોર્મર તરીકે સન્માન
આપવામાં આવ્યું છે, EUPD રિસર્ચ દ્વારા ટોચના બ્રાન્ડ ફોટોવોલ્ટેઇક 2025 તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.
ઉપરાંત બ્લૂમબર્ગ ન્યૂ એનર્જી ફાઈનાન્સમાં ગત વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં સર્વોચ્ચ સ્થાન એવું ટીયર 1નો દરજ્જો
જાળવી રાખ્યો છે.
આગામી નાણાકીય વર્ષ સુધીમાં કંપની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 10,000 મેગાવોટ સુધી વધારવાની યોજના ધરાવે છે.
મુન્દ્રા ખાતે આગામી પેઢીના, ઉચ્ચ-કાર્યક્ષમતા ધરાવતા સૌર મોડ્યુલનું ઉત્પાદન કરે છે, જેમાં ઇન્ગોટ્સ, વેફર્સ, સેલ,
મોડ્યુલ અને સોલાર ગ્લાસ, એલ્યુમિનિયમ ફ્રેમ્સ અને EVA બેકશીટ્સ જેવી મુખ્ય સહાયક સામગ્રીનો સમાવેશ થાય
છે.
ભારતની સૌર ઉત્પાદન ક્ષમતા 2014 માં 2.5 GW કરતાં ઓછી હતી, જે 2025 માં 140 GW કરતા વધી ગઈ
છે. દેશ હવે સ્થાપિત સૌર ઉત્પાદન ક્ષમતામાં વૈશ્વિક સ્તરે ત્રીજા ક્રમે છે. ભારતે પહેલાથી જ તેની પેરિસ
એગ્રીમેન્ટમાં સ્વીકારેલી પ્રતિબદ્ધતા પાર કરી લીધી છે. 2030 સુધીમાં તે 500 GW સુધી હરીત ઉર્જા ઉત્પાદન
સુધી પહોંચવા અગ્રેસર છે.