પધ્ધર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ એન.ડી.પી.એસ. એક્ટના ગુનામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી LCB પશ્ચિમ કચ્છ-ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.
જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.એમ.મકવાણા તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ હેડ કોન્સ્ટેબલ સુનિલભાઇ પરમાર, દિવ્યરાજસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા તથા વિક્રમસિંહ ગોહિલનાઓ નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન સુનિલભાઇ પરમાર તથા દિવ્યરાજસિંહ જાડેજાનાઓને સયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે, પધ્ધર પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ ગુ.ર.નં.૦૬૨૪/૨૦૨૫ એન.ડી.પી.એસ એક્ટ ૧.૮ (સી), ૨૨ (બી), ૨૯ મુજબના ગુના કામેનો આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતુ માવજી સોરઠીયા રહે. વીડી રોડ, તા. અંજાર વાળો હાલે ભુજ-અંજાર હાઇવે રોડ ખાતે સૈયદપર બસ સ્ટેશન પાસે હાજર છે જે હકીકત આધારે તપાસ કરતા મજકુર ઇસમ મળી આવેલ જેથી મજકુર ઇસમને ઉપરોકત ગુન્હા અંગેની સમજ આપી પુછ-પરછ કરતા મજકુર ઇસમે ઉપરોક્ત ગુનો કરેલ હોવાની કબુલાત આપેલ જેથી મજકુર ઇસમને ઉપરોક્ત ગુના કામે અટક કરી પધ્ધર પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ.
પકડાયેલ આરોપી
- જીતેન્દ્ર ઉર્ફે જીતુ માવજી માલસતર (સોરઠીયા) ઉ.વ.૪૬ રહે.૧૩૬ પટેલ વાડી, વીડી રોડ,ક્રિષ્ના મારબલ સામે તા.અંજાર