રાપર તાલુકા કોંગ્રેસ અને આપ દ્વારા SIR પ્રક્રિયા અંતર્ગત ખોટી રીતે લેવાયેલ વાંધા અંગે મામલતદાર કચેરી ખાતે રજુઆત કરી

રાપર વિધાનસભામાં ૧૦,૦૦૦ થી વધુ લોકોના ખોટી રીતે વાંધાઓ રજુ થયા છે – રાપર કોંગ્રેસ/આપ
આ આંધણી બહેરી અને સત્તા ભોગી સરકાર લોકશાહી હનન નું ષડ્યંત્ર કરી રહી છે – રાપર કોંગ્રેસ /આપ
આજ રોજ રાપર તાલુકા કોંગ્રેસ સમિતિ અને આપ દ્વારા હાલના સમયમાં ચાલી રહેલ SIR (Special Intensive Revision) અંતર્ગત રાપર વિધાનસભાના વિવિધ બુથોમાં લેવાયેલ વાંધાઓ અંગે સ્પષ્ટ માહિતી મેળવવા માટે રાપર મામલતદાર કચેરી ખાતે રજુઆત કરવામાં આવી હતી.કોંગ્રેસ સમિતિ અને આપ દ્વારા રજૂ કરવામાં આવ્યું કે SIR પ્રક્રિયા દરમિયાન અનેક બુથોમાં મતદારોના નામો અંગે ગંભીર પ્રકારના વાંધાઓ લેવામાં આવ્યા છે,પરંતુ તેની પૂરતી માહિતી જાહેર કરવામાં આવી નથી.પરિણામે સામાન્ય મતદારોમાં ભ્રમ, ગેરસમજ અને ભયનો માહોલ સર્જાઈ રહ્યો છે.યોગ્ય માહિતી વગર વાંધાઓ લેવામાં આવી રહ્યા છે,કેટલાક બુથોમાં રાજકીય દબાણ હેઠળ ખોટા વાંધાઓ રજૂ કરાવવાની ફરિયાદો સામે આવી રહી છે.રાપર કોંગ્રેસ સમિતિએ મામલતદારશ્રી સમક્ષ માંગણી કરી કે રાપર વિધાનસભાના તમામ બુથોમાં લેવાયેલ વાંધાઓની સંપૂર્ણ યાદી જાહેર કરવામાં આવે દરેક મતદારોને પારદર્શક રીતે નોટિસ આપવામાં આવે સુનાવણીની તારીખ, સમય અને સ્થળની સ્પષ્ટ જાણકારી આપવામાં આવે કોઈપણ પ્રકારના રાજકીય દબાણ વગર, સંપૂર્ણ નિષ્પક્ષ રીતે પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે રાપર તાલુકા કોંગ્રેસ સમિતિએ ચેતવણી આપી કે જો SIR પ્રક્રિયામાં પારદર્શકતા નહીં રાખવામાં આવે અને મતદારોના અધિકારો સાથે ચેડા કરવામાં આવશે તો કોંગ્રેસ પક્ષ દ્વારા ઉગ્ર લોકશાહી આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી વહીવટી તંત્રની રહેશે.લોકશાહી બચાવવા માટે કોંગ્રેસ સતત લડત આપતી રહેશે.