માનકુવા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ આઇ.ટી. એક્ટના બે ગુનામાં નાસતા-ફરતા લિસ્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.
જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.એમ.મકવાણા તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. અનિરૂધ્ધસિંહ રાઠોડ, પંકજભાઇ કુશવાહ, નિલેશભાઇ ભટ્ટ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ, નવીનભાઈ જોષી, શક્તિસિંહ ગઢવી તથા પોલીસ કોન્સટેબલ જીવરાજ ગઢવી તથા ભરત ગઢવીનાઓ નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન જીવરાજભાઈ ગઢવી તથા ભરતભાઇ ગઢવીનાઓને સયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે, માનકુવા પોલીસ સ્ટેશનના (૧) ગુ.ર.નં. ૦૬૨૪/૨૦૨૪ આઇ.પી.સી. ૪૯૮(એ),૩૨૩,૨૯૪(બી) તથા આઇ.ટી. એકટ ૬૬ (સી),૬૭ મુજબ તથા (૨) ગુ.ર.નં. ૦૩૧૭/૨૦૨૫ આઇ.ટી. એકટ કલમ ૬૬ (સી).૬૭ મુજબના ગુન્હા કામે નાસતો-ફરતો આરોપી મોહમદઅલી અબ્દુલ ગની સુમરા રહે. વિધ્યાવિહાર, મુંબઈવાળો હાલે સુખપર રેલ્વેફાટક પાસે હાજર છે જે હકીકત આધારે તપાસ કરતા મજકુર ઇસમ મળી આવેલ જેથી મજકુર ઇસમને ઉપરોકત ગુન્હા અંગેની સમજ આપી પુછ-પરછ કરતા મજકુર ઇસમે ઉપરોક્ત ગુના કરેલ હોવાની કબુલાત આપેલ જેથી મજકુર ઇસમને ઉપરોક્ત ગુના કામે અટક કરી માનકુવા પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ.
- પકડાયેલ આરોપી
મોહમદઅલી અબ્દુલ ગની સુમરા ઉ.વ. ૩૦ રહે આર.એન. ગાંધી હાઇસ્કુલ પાસે ડી-૧/૬ ચિતરજન નગર વિધ્યાવિહાર ઇસ્ટ રાજાવાડી મુંબઈ મહારાષ્ટ્ર
નીચેના ગુનામાં નાસતો ફરતો હતો
- માનકુવા પોલીસ સ્ટેશનના ગુ.ર.નં. ૦૬૨૪/૨૦૨૪ આઇ.પી.સી. ૪૯૮(એ), ૩૨૩,૨૯૪(બી) તથા આઇ.ટી. એકટ ૬૬ (સી), ૬૭ મુજબ
- માનકુવા પોલીસ સ્ટેશનના ગુ.ર.નં.૦૩૧૭/૨૦૨૫ આઇ.ટી. એકટ કલમ ૬૬ (સી),૬૭ મુજબ