માધાપરમાંથી સગીરાનું અપહરણ થયાનો ચકચારી મામલો પોલીસ ચોપડે ચડ્યો

copy image

copy image

ભુજના માધાપર ગામમાંથી સગીરાનું અપહરણ થયાનો ચકચારી મામલો સપાટી પર આવ્યો છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, સગીરાના વાલીએ માધાપર પોલીસ મથકે આ બનાવ અંગે ફરિયાદ નોંધાવેલ છે. જે અનુસાર મધ્યરાત્રીના સમયે ફરિયાદીની 15 વર્ષની સગીર દીકરીનું આરોપી ઈશમે લગ્નની લાલચે લલચાવી-ફોસલાવી બદકામના ઇરાદે કાયદેસર વાલીપણામાંથી અપહરણ કરી લઇ ગયેલ છે. આ મામલે પોલીસે આરોપી ઈશમ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.