ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી રાજ્યના ખેડૂતો વિવિધ યોજનાઓનો લાભ લઈ શકશે
ભારત સરકારશ્રી દ્વારા પીએમ કિસાન યોજનાના લાભાર્થી ખેડૂતો માટે આગામી ૨૨મો હપ્તો મેળવવા ફાર્મર રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવેલું છે. ફાર્મર રજિસ્ટ્રેશન જે-તે ગામના VCE/VLE (ઓપરેટર) અથવા જનસેવા કેન્દ્ર મારફતે કરાવી શકાશે. તદઉપરાંત ખેડૂતો જાતે મોબાઈલ મારફતે gjfr.agristack.gov.in લીંક દ્વારા સેલ્ફ રજિસ્ટ્રેશન પણ કરી શકે છે. ફાર્મર રજિસ્ટ્રેશન માટે જરૂરી દસ્તાવેજ, આધાર કાર્ડ, આધારથી લિન્ક મોબાઈલ નંબર અને જમીનની વિગતો સાથે રાખવાની રહેશે.
Agristack Project હેઠળ ગુજરાત રાજ્યના તમામ ખેડૂતોના રજિસ્ટ્રેશન માટે “ફાર્મર રજિસ્ટ્રી” વર્ષ ૨૦૨૪-૨૫ થી અમલમાં મૂકવામાં આવેલું છે. જે અંતર્ગત દરેક ખેડૂતને આધાર આઈડીની જેમ ૧૧ ડિજિટનો યુનિક ફાર્મર આઈડી આપવામાં આવે છે. રાજ્યના તમામ ખેડૂતોને ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રીની વિવિધ સહાયકારી યોજનાઓના લાભ સરળતાથી મેળવવા માટે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. તેથી કચ્છના ખેડૂતોને તાત્કાલિક ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.