માંડવીના શેરડી ગામના સીમમાંથી લેટેરાઇટનું ખનન કરતા એક એસ્કેવેટર મશીન તથા બે ડમ્પર પકડી પાડતી LCB પશ્ચિમ કચ્છ-ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ગેરકાદેસર થતી ખનીજ ચોરી અટકાવવા માટે સુચના આપેલ.
જે સુચના અનુશંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.એમ.મકવાણા તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ. દેવજીભાઇ મહેશ્વરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મુળરાજભાઇ ગઢવી, લીલાભાઇ દેસાઇ તથા રાજેશભાઇ ગઢવીનાઓ માંડવી તાલુકા વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન દેવજીભાઇ મહેશ્વરી તથા મુળરાજભાઇ ગઢવીનાઓને બાતમી હકીકત મળેલ કે, શેરડી ગામના ટાવર્સ પૈકી ૩૭૬ પૈકી વાળી લીઝમાં લીઝના પ્રતિનીધી તરીકે કલ્યાણ વેલજી મહેશ્વરી રહે. કોઝાચોરા તા.માંડવી વાળા ઉપરોક્ત લીઝની બહાર ખોદકામ કરી રહેલ છે. જે હકીકત આધારે તપાસ કરતા (૧) જે.સી.બી. એસ્કેવેટર મશીન જેના ચાલક રામલાલ દુરજી મીણા તથા (૨) ડમ્પર રજી.નં. જી.જે.૧૨ સી.ટી. ૯૭૮૩ જેના ચાલક વિરેન્દ્રકુમાર શ્રીરાયનારાયણ પટેલ તથા (૩) ડમ્પર રજી.નં. જી.જે.૧૨ સી.વી. ૦૫૧૫ જેના ચાલક સુશીલસીંગ અમરબહાદુર સીંગ વાળાઓ મળી આવેલ જેથી ખાણ ખનીજ વિભાગના અધિકારીશ્રી જે.એમ.ઠક્કર સાહેબ તથા તેમની ટીમને જાણ કરી સ્થાનિકે બોલાવેલ અને ખાણ ખનીજ વિભાગના અધિકારીશ્રી દ્વારા આ ખોદકામ શંકાસ્પદ કરેલ હોવાનુ જણાવેલ જેથી ઉપરોક્ત વાહનો સ્થાનીકે સીઝ કરી ગેરકાયદેસર રીતે થયેલ ખનીજના ખોદકામ બાબતે કાયદેસરની કાર્યવાહી માટે તજવીજ કરવામાં આવેલ છે.
:• સીઝ કરેલ મુદ્દામાલ
- જે.સી.બી. એસ્કેવેટર મશીન
- ડમ્પર રજી.નં. જી.જે.૧૨ સી.ટી. ૯૭૮૩
ડમ્પર રજી.નં. જી.જે.૧૨ સી.વી. ૦૫૧૫