એક્ટીવા ચોરીનો ભેદ ઉકેલી પાડતી નખત્રાણા પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ કચ્છ-ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી બી. બી. ભગોરા સાહેબ નખત્રાણા વિભાગ નખત્રાણા નાઓએ નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી કે છળકપટથી મેળવેલ ચીજ-વસ્તુઓની થતી આવી પ્રવૃતિ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચનાઓ આપેલ હોઇ.

જે અનુસંધાને નખત્રાણા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.શ્રી જે.ડી.સરવૈયા સાહેબના માર્ગદર્શન હેઠળ નખત્રાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ સદરબીટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન ચોક્કસ બાતમી હકીકત મળેલ કે, નખત્રાણા પો.સ્ટે.એ પાર્ટ ગુ.ર.નં.-૧૧૨૦૫૦૩૫૨૬૦૦૮૯/૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ-૩૦૩(૨) મુજબના કામે ચોરીમા ગયેલ એક્ટીવા લઇને નાગલપર ગામના ફાટક પાસે એક ઈસમ ઉભો છે તેવી ચોક્કસ બાતમી હકીકત આધારે બાતમીવાળી જગ્યા પર જઇ વર્કઆઉટ કરી એક ઇસમને પકડી પાડેલ અને તેની પાસે રહેલ હોન્ડા કંપનીની એક્ટીવા જેના રજી.નં.GJ12 HB 6568 વાળી બાબતે આધાર પુરાવા માંગી પુછપરછ કરતા તેની પાસે કોઇ આધાર પુરાવા ના હોઇ અને આ એક્ટીવા નવાનગર નખત્રાણા ખાતેથી ચોરી કરેલ હોવાની કબુલાત આપતો હોઇ મજકૂર ઇસમને એક્ટીવા સાથે પોલીસ સ્ટેશન લાવી એક્ટીવા કબ્જે કરી મજકૂર ઇસમને ગુના કામે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ ઇસમનુ નામ અને સરનામુ:-

(૧) કિશોર રમેશભાઇ દેવીપૂજક ઉ.વ.૧૯ રહે.નવાનગર, નખત્રાણા.

10:29 am

કબ્જે કરેલ મુદ્દામાલ:-

એક કાળા કલરની હોન્ડા કંપનીની એક્ટીવા જેના રજી.નં.GJ 12 HB 6568

જેની કિ.રૂ.૩૦,૦૦૦/-

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-

ઉપરોક્ત કામગીરીમાં પો.ઇન્સ. શ્રી જે.ડી.સરવૈયા સાહેબના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. જયંતીભાઇ માજીરાણા તથા સબીરભાઇ બાયડ તથા વિરેન્દ્રસિંહ જાડેજા તથા પો.હેડ કોન્સ. મોહનભાઇ આયર તથા નરેન્દ્રસિંહ સોઢા તથા મોહનભાઇ ગઢવી તથા મીતકુમાર પટેલ તથા નિલેષભાઇ રાડા એ રીતેના પોલીસ સ્ટાફના માણસો જોડાઇ સફળ કામગીરી કરેલ છે.