ફેક આઇ.ડી. બનાવી સસ્તા સોનાના બિસ્કિટના ફોટોઝ તથા ભારતીય ચલણી નોટના વીડીયો બનાવી લોકોને છેંતરવાનું કાવતરું રચનાર ઇસમની થઈ ધરપકડ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ ગેરકાયદેસર પ્રવૃતી કરતા ઇસમોને પકડી તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.

જે સુચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.એમ.મકવાણા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબનાઓએ ગેરકાયદેસર પ્રવૃતી કરતા ઇસમોને પકડી તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે સુચના મુજબ એ.એસ.આઇ. પંકજભાઇ કુશવાહ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ રાઠોડ, જયદેવસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ રઘુવીરસિંહ જાડેજાનાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન રણજીતસિંહ જાડેજા તથા જયદેવસિંહ જાડેજાનાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે મળેલ બાતમી હકીકત આધારે વર્કઆઉટ કરી તપાસ કરતા સોહીલ સલીમ ચાવડા ઉ.વ.૨૦ રહે. ઇમામ ઓટા પાસે, રહીમનગર, ભુજવાળો મળી આવેલ અને તેની પાસેથી મળી આવેલ બન્ને મોબાઇલમાં “Raju Patel” તથા “Prabhas Patel” નામની ફેસબુક આઇ.ડી. ચાલુ હોય અને આ આઈ.ડી. માં સોનાના બિસ્કિટ સસ્તા ભાવે આપવાની તથા ભારતીય ચલણી નોટોના ફોટો પોસ્ટ કરી જેના કેપ્શનમાં એક લાખ કા પાંચ લાખ હેન્ડ ટુ હેન્ડ ડીલીવરી લખેલ અને સોનાના બિસ્કિટ અંગે ચેટ થયેલ અને ભારતીય ચલણી નોટોના વિડિયો છેતરપીડી કરવાના ઇરાદે શેર કરેલ જે મેસેજ બાબતે પુછતા મજકુર ઇસમએ જણાવેલ કે, હુ સામાવાળા લોકોને વિશ્વાસમાં લઇ છેતરપીડી કરવાના ઇરાદે ફેસબુકમાં બજાર ભાવ કરતા સસ્તુ સોનુ આપવાની લોભામણી જાહેરાતો તથા એક લાખ કા પાંચ લાખ નકલી નોટો આપવાના જાહેરાત વાળા ફોટોસ તથા વીડીઓ સોશ્યલ મીડિયા ઉપર મુકીને લોકો સાથે છેતરપીડી કરીને રૂપીયા પડાવતો હોવાની હકીકત જણાવેલ.

જેથી મજકુર ઇસમએ ખોટા ફેસબુક અકાઉન્ટ “Raju Patel” તથા “Prabhas Patel” નામની આઇ.ડી. પર લોકોને (પ્રજાજન) વિશ્વાસમાં લઇ બજાર ભાવ કરતા સસ્તુ સોનુ આપવાની લોભામણી જાહેરાતો તથા એક લાખ કા પાંચ લાખ નકલી નોટો આપવાના જાહેરાત વાળા ફોટોસ તથા વીડીઓ મુકી લોકો સાથે સંપર્ક કેળવીને લલચાવીને છેતરપીડી થી વિશ્વાસઘાત કરી રૂપીયા પડાવવાની કોશીષ કરી ગુનો કરેલ હોય જેથી તેના વિરૂધ્ધમાં ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં. ૬૩/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૩૧૮(૪),૩૧૯(૨),૩૩૬(૩),૩૪૦(૨),૬૨ તથા આઇ.ટી.એકટ કલમ-૬૬(સી),૬૬(ડી) મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

પકડાયેલ આરોપી

  • સોહીલ સલીમ ચાવડા ઉ.વ.૨૦ રહે. ઇમામ ઓટા પાસે રહીમનગર, ભુજ

કબ્જે કરેલ મુદ્દામાલ

મોબાઇલ ફોન નંગ – ૦૨ કિં.રૂ. ૧૦,૦૦૦/-