રાપર તાલુકામાં માર્ગ નવીનીકરણના કાર્યો પૂરજોશમાં

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નિર્દેશનમાં સમગ્ર રાજ્યમાં રોડ-રસ્તાના રિસર્ફેસિંગ અને સમારકામની કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે. જે અનુસંધાને માર્ગ અને મકાન પંચાયત વિભાગ હસ્તકના મેવાસા એન.એચ.થી થોરિયારી-ભીમદેવકા-માણાબા રોડના નવીનીકરણ કરવા માટે ગામના સરપંચ અને આગેવાનો દ્વારા ધારાસભ્યશ્રી તેમજ સરકારશ્રીમાં રજૂઆત કરવામાં આવી હતી. જે અનુંસંધાને ૧૨.૫૦ કિલોમીટર લંબાઈના માર્ગના નવીનીકરણ માટે રાપર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ બી. જાડેજા દ્વારા રાજ્ય સરકારમાં રજૂઆત કરતાં, ગુજરાત સરકાર દ્વારા આ ગ્રામ્યમાર્ગના નવીનીકરણ માટે ૭૦૦.૦૦ લાખ જેટલી માતબર રકમ મંજૂર કરવામાં આવી હતી. મંજૂર થયેલા માર્ગનું કાર્ય જિલ્લા પંચાયત હસ્તકના માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ ભચાઉ દ્વારા શરૂ કરવામાં આવતા ખેડૂતો, વિદ્યાર્થીઓ તેમજ રહેવાસીઓમાં ખુશીની લાગણી ફેલાઈ છે.
આ કાર્ય નાયબ કાર્યપાલક ઇજનેરની દેખરેખ હેઠળ ચાલી રહ્યું છે. આ કાર્ય પૂર્ણ થતા સ્થાનિક ગ્રામ્ય વિસ્તારો વચ્ચેનું માર્ગ પરિવહન વધુ સુરક્ષિત અને સરળ બનશે. મુસાફરોને રાહત મળશે તેમજ પરિવહનના સમયે ઘટશે