પ્રોહીબિશનની ડ્રાઈવ દરમ્યાન મુંદરા પોલીસ દ્રારા દેશીદારૂના ૧૨ કેસ શોધી કિ.રૂ.૩૨,૮૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરાયો

સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ તથા પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ તથા મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી મુંદરા વિભાગ-મુંદરાના ગૌતમ વિવેકાનંદ સાહેબના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં દારૂની બદી અટકાવવા તેમજ દારૂ વેચાણ કરતા ઈસમો વિરૂધ્ધમાં સખ્ત કાર્યવાહી કરવા સુચના આપવામાં આવેલ. જે અનુસંધાને મુંદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટરશ્રી એસ.એમ.રાણા નાઓ દ્રારા મુંદરા શહેર વિસ્તારમાં પ્રોહીબિશન અંગેની ડ્રાઈવ રાખી દારૂનું વેચાણ કરતા ઈસમો સામે સખ્ત કાર્યવાહી કરવા આયોજન કરવામાં આવેલ જે અનુસંધાને મુંદરા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી મુંદરા શહેરના અલગ અલગ વિસ્તારમાંથી કુલ્લ ૧૨ પ્રોહીબિશનના દારૂ વેચાણના કેસો શોધી કાઢેલ જેમા દેશીદારૂ લીટર-૧૬૪ કિરૂ.૩૨,૮૦૦/- તથા કુલ્લ ૧૧ આરોપીઓને પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

તેમજ મુંદરા પોલીસ સ્ટેશન દ્રારા તા.૦૧/૦૧/૨૦૨૬ થી આજદીન સુધી કુલ પ્રોહીબિશનના ૧૯૬ કેસો શોધી કાઢવામા આવેલ જેમા કુલ ૧૭૪ આરોપીઓને પકડી પાડવામા આવેલ અને જેમા કુલ દેશીદારૂ લિટર-૧૨૪૨ જેની કિ.રૂ.૨,૪૮,૪૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામા આવેલ.

આ કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓ

આ સરાહનીય કામગીરીમાં પો.ઇન્સ. એસ.એમ. રાણા સાહેબ તથા મુંદરા પોલીસ સ્ટાફના કર્મચારીઓ જોડાયેલ હતા.