આજે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી બહાર ધરણા પ્રદર્શન યોજીને વિરોધ નોંધાવ્યો

કચ્છ જિલ્લામાં ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલી SIR કામગીરીને લઈને કોંગ્રેસે સવાલો ઊભા કર્યા છે… આજે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી બહાર ધરણા પ્રદર્શન યોજીને વિરોધ નોંધાવ્યો હતો…. મતદાન યાદી અનુસંધાને વાંધા સુચન અને હક દાવા માટે ફોર્મ નંબર 6,7, અને 8 ભરવાની છેલ્લી તારીખ 18-1-2026 નિર્ધારિત કરવામાં આવી હતી … આ દરમિયાન અચાનકજ 16-1- 2026 થી સમગ્ર ગુજરાતમાં મતદાનના નામ કમી કરવા માટે ફોર્મ નંબર 7 મોટી સંખ્યામાં રજુ કરવામાં આવ્યા છે… કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે સત્તાધારી પક્ષ દ્વારા શું આયોજિત રીતે ચોક્કસ જ્ઞાતિ ધર્મ અને રાજકીય પક્ષ તરફથી મતદારોના નામ મતદાર યાદી માંથી કમી કરવા માટે ફોર્મ નંબર 7 રજૂ કરવામાં આવ્યા છે… ત્યારે છેલ્લા થોડા દિવસોમાં ફોર્મ નંબર 7 સ્વીકારોમાં આવ્યા હોય તે બધી જ ઓફિસોના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે…. કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે કલેકટર કચેરી બહાર મોટી સંખ્યામાં ફોર્મ નંબર 7 સળગાવીને કોંગ્રેસએ વિરોધ નોંધાવ્યો હતો….આ દરમિયાન કલેકટરને રજૂઆત કરવા માટે કોંગ્રેસના આગેવાનો પહોંચ્યા તે સમયે પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું….કચ્છ જિલ્લામાં SIR ની કામગીરીમાં અનેક મતદારોના નામ કમી કરવામાં આવ્યા જે મામલે તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે….

બાઈટ :- વી.કે.હૂંબલ – પ્રમુખ – કચ્છ જિલ્લા કોંગ્રેસ