માનકુવા પોલીસ સ્ટેશન દ્રારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૬ અંતર્ગત વાહન ચાલકો માટે આંખ ચકાસણી કેમ્પનુ આયોજન કરાયું

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજ તથા શ્રી એમ.જે.ક્રિચિયન સાહેબ, ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષકશ્રી. ભુજ વિભાગ-ભુજનાઓએ રોડ પર વાહનોથી થતા અકસ્માતો અટકાવવા તેમજ માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમો બાબતે લોક જાગ્રુતી લાવવા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૬ અંતર્ગત કાર્યક્રમો કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોઇ
જે અનુસંધાને ડ્રાઇવરોની આંખની તપાસણી થાય અને જરૂરી ચસ્માં, દવા કે ઓપેરશન દ્રારા સારવાર આપીને એક્સીડન્ટનુ પ્રમાણ ઓછુ કરી શકાય અને લોકોની જીંદગી બચાવી શકાય તે હેતુ થી આજરોજ પોલીસ ઇન્સ્પેકટર શ્રી કે.એમ.ગઢવીનાઓની આગેવાની હેઠળ માનકુવા પોસ્ટેના પોલીસ કર્મચારીઓ દ્રારા અંધજન મંડળ કે.સી.આર.સી. હોસ્પિટલ ભુજના સહયોગથી દેશલપર ચેકપોસ્ટ ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૬ અંતર્ગત વાહન ચાલકોની આંખોની ચકાસણી કેમ્પનુ આયોજન કરી ૧૦૦ જેટલા વાહન ચાલકોની આંખોની ચકાસણી કરી જરુરીયાત વાળા વાહન ચાલકને ચસ્મા તેમજ મેડીસીન આપવામાં આવી તેમજ વાહન ચાલકોને માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોથી માહિતગાર કરવામાં આવ્યા..