મર્ડરના ગુન્હાના આરોપીને આજીવન કેદની સજા કરાવતી માનકુવા પોલીસ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજ તથા શ્રી એમ.જે.ક્રિચિયન સાહેબ, ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષકશ્રી. ભુજ વિભાગ-ભુજનાઓએ શરીર તેમજ મિલ્કત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ ગુન્હો કરેલ આરોપીઓ વિરુધ્ધ જીણવટભરી તપાસ કરી પુરાવા એક્ત્રીત કરી નામદાર કોર્ટમાં પુરાવા સાથે ચાર્જેસીટ રજી કરી સજા અપાવવા સુચના અને માર્ગદર્શન આપેલ હોઇ

જે અન્વયે માનકુવા પોસ્ટે પાર્ટ-એ ગુરન. ૦૬૫૨/૨૦૨૪ બી.એન.એસ. કલમ- ૧૦૩(૧) તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબનો ગુનો તા. ૦૨/૧૨/૨૦૨૪ નારોજ જાહેર થયેલ હોઇ જે ગુનાની હકિકત જોતા સદર ગુનાના આરોપી સીધીક ઉર્ફે જુમલો ઉમર થેબા રહે. જદુરા તા.ભુજ-કચ્છ વાળાએ પોતાના પત્ની મુમતાઝબેનને કુહાડી વડે માથાના તથા કપાળના ભાગે જીવલેણ ઇજાઓ પહોચાડી તેમનુ મોત નીપજાવી ગુન્હો કરેલ હોઇ જેથી પો.ઇન્સ. ડી.એન.વસાવા માનકુવા પોસ્ટે.નાઓની સુચના અને માર્ગદશન આધારે માનકુવા પોલીસે સદર ગુનાના આરોપીને તાત્કાલીક અટક કરી તેના વિરુધ્ધ પુરતા પુરાવા એક્ત્રીત કરી સમય મર્યાદામા નામદાર કોર્ટમાં ચાર્જસીટ કરતા સદર કેસમાં નામ. છઠ્ઠા અધિક સેસન્સ જજ શ્રી વી.એ.બુધ્ધ સા.ની કોર્ટમાં ચાલતા ૨૭ દસ્તાવેજીક પુરાવા તથા ૮ મૌખિક પુરાવા તેમજ અધિક જિલ્લા સરકારી વકિલ શ્રી સુરેશ એ. મહેશ્વરીનાઓની ફરિયાદી પક્ષે કરેલ દલિલો આધારે નામદાર કોર્ટે સદર ગુનાના આરોપીને આજીવન કેદની સજા કરેલ છે.

સજા થયેલ આરોપી:-

સીધીક ઉર્ફે જુમલો ઉમર થેબા રહે. જદુરા તા.ભુજ-કચ્છ

સજાની વિગત:-

આજીવન કેદની સજા તથા રૂ. બે લાખ દંડ તથા જો દંડ ના ભરે તો વધુ ત્રણ વર્ષની સખત કેદની સજા.

કામગીરી કરનાર અધિકારી/કર્મચારી:-

PI શ્રી ડી.એન. વસાવા તપાસ કરનાર અધિકારી

PI શ્રી એસ.એમ.રાણા ચાર્જસીટ કરનાર અધિકારી

APP શ્રી સુરેશ એ. મહેશ્વરી અધિક જિલ્લા સરકારી વિકલ

તથા માનકુવા પોસ્ટેના પોલીસ કર્મચારી એ.એસ.આઇ. જીગ્નેશભાઇ અસારી, પો.હેડ કોન્સ. જયપાલસિહ જાડેજા, અશોકભાઇ ડાભી, કિરણકુમાર પુરોહિત, વિનોદકુમાર ઠાકોર, વિક્રમભાઇ ગેલોત તથા પો.કોન્સ. શંભુભાઈ ચાવડા તથા આ.સો.દ્રા. કિશોરસિહ સોઢાનાઓ જોડાયેલ હતા.