પવનચક્કી કેબલ ચોરીના ત્રણ ગુનાનો ભેદ ઉકેલી વણશોધાયેલ ગુના શોધી આરોપીઓને પકડી પાડતી LCB પશ્ચિમ કચ્છ ભુજ

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આવી પ્રવૃત્તિ આચનાર સામે કડક કાર્યવાહી કરવા સુચના આપેલ.

જે સુચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.એમ.મકવાણા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓને જીલ્લામાં વણશોધાયેલ ચોરીના ગુનાઓ શોધવા માટે સુચના આપેલ હતી. જે સુચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. વિકેશભાઈ રાઠવા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ સુનિલભાઈ પરમાર, લાખાભાઇ રબારી તથા પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઇ ખટાણા તથા વિરમભાઇ ગઢવીનાઓ મીલ્કત સબંધી ગુનાઓ શોધવા માટે અબડાસા તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન વિકેશભાઇ રાઠવા તથા લાખાભાઈ રબારીનાઓને સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે, ઇરફાન ફકીરમામદ સુમરા રહે.હાદાપર તા.અબડાસા તથા મોહમદશરીફ અબ્દુલગની મીયાજી રહે.તેરા તા.અબડાસા વાળાઓ તેમના અન્ય સાગરીતોની સાથે મળી ટોળકી બનાવી અબડાસા તાલુકા વિસ્તારમાં આવેલ અલગ-અલગ પવન ચક્કીઓમાંથી કોપર કેબલની ચોરીઓ કરે છે અને હાલે આ ટોળકી પવનચક્કીઓમાંથી ચોરી કરેલ કોપર વાયર એક બોલેરો પિકઅપ ગાડીમાં તથા એક ટોયોટો કંપનીની રોમીઓન ગાડીમાં ભરી આરીખાણા ગામ થી સાંયરા ગામ બાજુ આવી રહેલ છે, જે હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા બોલેરો પીકઅપ ગાડી રજી.નં-GJ-12-AY-0954 વાળી તથા ટોયોટો રોમીઓન ગાડી મળી આવેલ અને આઠ ઇસમો (૧) મોહમદશરીફ અબ્દુલગની મીયાજી (૨) ઇરફાન ફકીરમામદ સુમરા (૩) હાસમ અબ્દુલ ગઝણ (૪) ઈકબાલ ઉર્ફે કારો મામદ સોઢા (૫) લતીફ હાસમ સંગાર (૬) રજાક ઇબ્રામ ગઝણ (૭) ઇરફાન નુરમામદ સંગાર તથા (૮) રીયાઝ અલીમામદ કુંભાર નાઓ મળી આવેલ અને તેમના કબ્જાની બન્ને ગાડીમાંથી કોપર વાયર મળી આવેલ જે બાબતે કોઇ આધાર પુરાવા કે બિલ નહી હોવાનું જણાવેલ જેથી મજકુર ઇસમોની યુકતી પ્રયુકતીથી પુછપરછ કરતા જણાવેલ કે, અમો ૧ થી ૭ નંબર વાળા તથા અમારી સાથે હાજર ના હોય તે ઇકબાલ ઇભલા સંગાર રહે કડુલી તા.અબડાસાવાળો સાથે મળીને મોટી સિંધોડી ગામની સીમમાં આવેલ પવનચક્કી નં-

M.423 તથા M.457 તથા કમડ સીમમાં આવેલ M.60 તથા હાદાપર સીમમાં આવેલ M.98 તથા M.123 તથા કડુલી ગામની ઉતર બાજુ આવેલ પવનચક્કી નં-M.૫૨૬ વાળી પવનચક્કીઓમાં ચોરી કરેલ હતી અને તે ચોરી કરેલ મુદ્દામાલમાંથી અગાઉ અમારી સાથે રહેલ રીયાઝ અલીમામદ કુંભાર વાળાને વહેંચેલ છે અને બાકી રહેલ બીજો મુદ્દામાલ લેવા માટે રીયાઝ પોતાની પીકઅપ બોલેરો ગાડીથી આવેલ છે તેમજ આ રીયાઝને અગાઉ ખરીદી કરેલ મુદ્દામાલ બાબતે પુછતા જણાવેલ કે ખરીદેલ મુદામાલ ભુજ ખાતે રહેતા આરીફ ઉર્ફે લતીફ દાઉદ કુંભાર રહે.લખુરાઇ ચાર રસ્તા સુરલભીટ, ભુજવાળાને વહેચેલ હોવાની હકીકત જણાવેલ જે અંગે કોઠારા તથા જખૌ મરીન પોલીસ સ્ટેશનમાં ખરાઈ કરતાં નીચે મુજબના ગુના દાખલ થયેલ જેથી મજકુર ઇસમોને અટક કરી આગળની કાર્યવાહી સારૂ કોઠારા

પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.

  • મળી આવેલ મુદામાલ (કુલ્લે કિં.રૂ.૧૬,૫૦,૦૦૦/-)
  • કોપર વાયર આશરે ૩૫૦ કિ.ગ્રા કિં.રૂ. ૩,૫૦,૦૦૦/-
  • બોલેરો પીકઅપ રજી.નં. GJ-12-AY-0954 કિં.રૂ. 3,00,000/-

टोयोटो कंपनीनी रोमीओन गाडी थे.नं. K15CN9927757, थेनं MA3DND62SSLB56868

४.३.१०,००,०००/-

  • પકડાયેલ આરોપીઓ
  • મોહમદશરીફ અબ્દુલગની મીયાજી ઉ.વ.૨૯ રહે. તેરા તા. અબડાસા

ઇરફાન ફકીરમામદ સુમરા ઉ.વ.૧૯ રહે-હાદાપર તા.અબડાસા

  • હાસમ અબ્દુલ ગઝણ ઉ.વ.ર૮ રહે-કમંડ તા.અબડાસા

ઈકબાલ ઉર્ફે કારો મામદ સોઢા ઉ.વ-૨૬ રહે-રાપરગઢ તા.અબડાસા

  • લતીફ હાસમ સંગાર ઉ.વ.૩૨ રહે-કડુલી તા.અબડાસા
  • રજાક ઇબ્રામ ગઝણ ઉ.વ.૨૬ રહે-કમંડ તા.અબડાસા
  • રીયાઝ અલીમામદ કુંભાર ઉ.વ.૨૦ મુળ.રહે-મોટીખાખર તા.મુંદરા હાલે. રહે.હરીનગર જી.ઇ.બી
  • ઇરફાન નુરમામદ સંગાર ઉ.વ.૨૧ રહે.કડુલી તા.અબડાસા

પાછળ,મુંદરા તા-મુંદરા

પકડવાના બાકી આરોપીઓ

  • આરીફ ઉર્ફે લતીફ દાઉદ કુંભાર રહે.લખુરાઇ ચાર રસ્તા સુરલભીટ,ભુજ
  • ઇકબાલ ઇભલા સંગાર રહે,કડુલી
  • નીચે મુજબના વણશોધાયેલ ગુના શોધી કાઢેલ
  • કોઠારા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૨૦૨/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ-૩૦૫ (એ),૩૩૧(૩),૩૩૧(૪) મુજબ (પવન ચક્કી લોકેશન નં-M.526)
  • કોઠારા પોલીસ સ્ટેશન ગુ.ર.ન.૦૦૬/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ-

૩૦૫ (એ), ૩૩૧(૩),૩૩૧(૪) મુજબ

  • જખી મરીન પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં. ૦૦૪/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩

ની કલમ- ૩૦૫ (એ),૩૩૧ (૩),૩૩૧(૪) મુજબ