દેવો ના સાંનિધ્ય માં સુવર્ણ અને રજત શિક્ષાપત્રીઓનું કેસર ચંદન, મોતી, ડ્રાયફુર્ટ અને પંચામૃત નો અભિષેક

શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહાપર્વ મહોત્સવ ના તૃતિય દિવસે નૂતન સ્વામિનારાયણ ભુજ ખાતે સવારે કેસર ચંદન ના અભિષેક સાથે જુદા જુદા ફ્રુટો અન્નકુટ સ્વરૂપે ધરાવવામાં આવ્યા હતા.. પ્રથમ અને દ્વિત્ય સત્ર માં શાસ્ત્રી સ્વામી ગોલોક વિહારી દાસજી અને શ્રીપ્રકાશદાસજી ધર્મ, ધ્યાન, વૈરાગ્ય સાથે સેવા અને સમર્પણ નો ભાવ રાખનારા ભક્તો લોક કલ્યાણ ના ભાગીદાર બની સમાજ ને સેવાની શક્તિ થી દિશા સૂચક બનતા હોય છે એ ભાવ દરેક હરિભકતોએ કેળવો જોઈએ
આજરોજ સુવર્ણ અને રજત શિક્ષાપત્રી ના પૂજન સાથે ડ્રાયફૂટ, મોતી, કેસર, ચંદન, અને પંચામૃત થી અભિષેક ભુજ મંદિર ના મહંત સ્વામી શ્રી ધર્મનંદનદાસજી, ઉપમહંત સ્વામી શ્રી. ભગવતજીવનદાસજી, કોઠારી પાર્ષદ જાદવજી ભગત, વરિષ્ઠ સંતો માં શ્રી . જગતપાવન દાસજી, શ્રીહરિદાસજી, શ્રી. રામસ્વરૂપદાસજી, શ્રી.દેવકૃષદાસજી, શ્રી બાલકૃષ્ણદાસજી, કાર્યવાહક કોઠારી સંત શ્રી. દેવપ્રકાશદાસજી વિગેરે સંતો સાથે મુખ્ય યજમાન શ્રી. રામજીભાઇ દેવજી વેકરિયા સમગ્ર પરિવાર, ઉત્સવના યજમાનો પૈકી વિશ્રામભાઈ લાલજી પિંડોરિયા પરિવાર, નારાણભાઈ મનજી કેરાઈ, કાંતિભાઈ કેરાઈ, પ્રેમજી કેશરા રાઘવાણી, રવજીભાઈ ( રવિ ) પ્રેમજીભાઈ રાઘવાણી પરિવાર, દેવેન્દ્ર કુંવરજી ગોરસિયા, મંદિર ના મુખ્ય કોઠારી શ્રી.મુરજીભાઈ શિયાણી, ઉપ કોઠારી શ્રી. જાદવજીભાઈ ગોરસીયા સહિત વિવિધ સેવાના યજમાન પરિવારજનોએ લાભ લીધો હતો.
આ પ્રસંગે કચ્છ ના સાંસદ શ્રી. વિનોદભાઈ ચાવડા અને કચ્છ યુનિવર્સિટી ના કુલપતિ ડૉ શ્રી. મોહનભાઈ પટેલ ને સન્માનવામાં આવ્યા હતા સાંસદ શ્રી. વિનોદભાઈએ પોતાના ઉદ્બોધન માં શિક્ષાપત્રી ને અનુસરવા વાત કરી હતી જુદા જુદા વ્યવસાયો સાથે સંકળાયેલા હરિભક્તો ઉપસ્થિતિ રહ્યા હતા.