અમદાવાદના બાવળામાં માત્ર બે દિવસની અંદર હજારો માછલીઓના રહસ્યમઈ મોત

copy image

copy image

અમદાવાદના બાવળામાં માત્ર બે દિવસની અંદર જ હજારોની સંખ્યામાં માછલીઓના મોત થયાના અહેવાલ સપાટી પર….

અમદાવાદના બાવળા તાલુકાના રામનગર ગામના તળાવમાં છેલ્લા બે દિવસથી હજારોની સંખ્યામાં માછલીઓના રહસ્યમઈ મોત થતાં ચકચાર મચી જવા પામી છે….

તળાવના કિનારે મૃત માછલીઓના ઢગલા જોવા મળતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષનો માહોલ જોવા મળ્યો છે…

છેલ્લા 48 કલાકની અંદર તળાવમાંથી અસહ્ય દુર્ગંધ આવી રહી છે ઉપરાંત પાણીનો રંગ પણ બદલાઈ જતાં ગામલોકમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે