બાગાયત ખેડૂતો માટે વાદળ છાયા વાતાવરણ અંગે સંદેશ

કચ્છ જિલ્લાના બાગાયતી પાકોની ખેતી કરતાં ખેડૂતોને જણાવવામાં આવે છે કે, હવામાન
ખાતાની આગાહી અનુસાર આગામી ૨૫-૧-૨૬ સુધી કમોસમી વરસાદ થવાની સંભાવના છે. જેના કારણે
આંબા પાકમાં વાદળછાયાં વાતાવરણના લીધે ભેજનું પ્રમાણ વધે છે, જેનાથી ભુકીછારો અને કાલવ્રણ જેવા
ફુગ જન્ય રોગો, પરાગનયનની ક્રિયામાં અવરોધ, મોરનું ખરી પડવું, મધિયાનો ઉપદ્રવ વધુ પ્રમાણમાં
જોવા મળી શકે છે જે માટે વાતાવરણ ચોખ્ખુ થયા પછી તરત જ ફુગનાશક દવા જેવી કે, કાર્બેંન્ડાઇજીમ
૧૨% WS + મેન્કોજેબ ૬૩% WS(૩૦-૪૦ ગ્રામ/૧૦ લિટર પાણી માં), હેકજાકોનાજોલ ૫% EC (૧૦ થી
૧૫ મીલી/ ૧૦ લિટર પાણી માં) દવાનો છંટકાવ કરવો જોઈએ.
જીવાતના નિયંત્રણ માટે ઇમિડાક્લોપ્રિડ (૧૭.૮ SL ૩ થી ૪ મીલી/ ૧૦ લિટર પાણી માં) અથવા
થાયોમીથોકજામ ૨૫% WG (૪ ગ્રામ/ ૧૦ લિટર પાણી માં), વરસાદી વાતાવરણના લીધે સ્ટીકર (૫
મીલી/ ૧૦ લિટર પાણી માં)નો ખાસ ઉપયોગ કરવો. જો મોર પર કાળી ફુગ જોવા મળે તો
સ્ટ્રેપટોસાયક્લિન (૧ થી ૨ ગ્રામ/ ૧૦ લિટર પાણીમાં) છંટકાવ કરવો જેથી બેકટેરીયાથી થતાં રોગો પણ
અટકાવી શકાય છે. નાઇટ્રોજન યુક્ત ખાતરનો ઉપયોગ ટાળવો તેમજ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે
ફુગજન્ય રોગો માટે ખાટી છાસનો (૩-૪ લીટર/ ૧૦૦ લિટર પાણી માં) અને જીવાત માટે નિમાસ્ત્ર (૩ થી
૪ લીટર/૧૦૦ લીટર પાણીમાં) નો ઉપયોગ કરવો જોઇએ. ધાણા અને જીરુ ની ખેતી કરતા ખેડુતો ને
જણાવવાનું કે, ધાણામાં વાદળછાયું વાતાવરણના લીધે ફુગજન્ય રોગોના નિયંત્રણ માટે મેન્કોજેબ ૬૩%
WS ૨૦-૨૫ ગ્રામ/૧૦ લિટર પાણી માં) અને ચુસિયા પ્રકારની જીવાતો માટે થાયોમીથોકજામ ૨૫% WG
(૪ ગ્રામ/ ૧૦ લિટર પાણીમાં) અથવા એસીટામાપ્રિડ (૫ ગ્રામ/૧૦ લિટર પાણીમાં) અને સાથે સાથે
વરસાદી વાતાવરણના લીધે સ્ટીકર (૫ મીલી/ ૧૦ લિટર પાણીમાં)નો ખાસ ઉપયોગ કરવોનો છંટકાવ
કરવાની ભલામણ કરવામાં આવે છે.
શાકભાજીના પાકોમાં ચુસિયા પ્રકારની જીવાતના ઉપદ્રવ માટે ઇમિડાક્લોપ્રિડ (૧૭.૮ SL ૩ થી ૪
મીલી/ ૧૦ લિટર પાણી માં) નો છંટકાવની ભલામણ નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, ભુજ કચ્છની
અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.