મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ‘સ્મૃતિવન’ મેમોરિયલ ખાતે ૨૦૦૧ના વિનાશક ભૂકંપના દિવંગતોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સ્મૃતિવન મેમોરિયલ ભુજમાં ભૂકંપના દિવંગતોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ૨૦૦૧ના ભૂકંપમાં સ્વજનોને ગુમાવનારા દિવંગતો સાથે મુલાકાત કરીને મુખ્યમંત્રીશ્રીએ તેમને સાંત્વના પાઠવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ સ્મૃતિવન પરિસરમાં ચેકડેમની મુલાકાત લઈને દિવંગતોને યાદ કર્યા હતા. ભૂકંપમાં સ્વજનો ગુમાવનારા પરિવારો સાથે મુખ્યમંત્રીશ્રીએ રૂબરૂ મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ આ પરિવારોને રૂબરૂ મળીને તેમને સાંત્વના પાઠવી હતી.