કોસ્ટલ વિસ્તારમાં રાઉન્ડ ધી કલોક પેટ્રોલીંગ દરમ્યાન સિંધોડી ગામ તરફના દરિયાકાંઠેથી બિનવારસુ ડ્રોનના પાંખીયાનો ડેબ્રિશ શોધી કાઢતી પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજનાઓએ દરિયાઇ સુરક્ષા સુદ્રઢ બનાવવા જરૂરી કોસ્ટલ પેટ્રોલીંગ કરવા સુચના આપેલ હોય, જે અનુસંધાને શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી. પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ તાજેતરમાં હવામાન અને દરિયાઇ કુદરતી પ્રક્રિયાને કારણે પશ્ચિમ કચ્છ જિલ્લાના દરિયાકિનારે તણાઇ આવતાં માદક પદાર્થના બિનવારસુ પેકેટો શોધવા માટે એસ.ઓ.જી. તથા કોસ્ટલ પોલીસની ખાસ ટીમો બનાવી પશ્ચિમ કચ્છ જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાં રાઉન્ડ ધી ક્લોક ઉંટસવાર પેટ્રોલીંગ, ઘોડેસવાર પેટ્રોલીંગ, ફુટ પેટ્રોલીંગ તથા મોટર સાઇકલ પેટ્રોલીંગ કરવાની સુચના આપેલ હોય, જે અનુસંધાને રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલીંગ ચાલુ હોય, તા.૦૨/૦૫/૨૦૨૬ ના રોજ એસ.ઓ.જી., એલ.આઇ.બી. ફિલ્ડ, જખી પોલીસ તથા સ્ટેટ આઇ.બી.ના અધિકારી/કર્મચારીઓ બિનવારસુ માદક પદાર્થ શોધવા માટે સંયુક્ત પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન પિંગલેશ્વર બીચથી સિંધોડી ગામ તરફના દરિયાકાંઠેથી દસ ફુટ લાંબો અને ત્રણ ફુટ પહોળો એક ડ્રોનના પાંખિયાનો ડેબ્રીશ બિનવારસુ હાલતમાં મળી આવેલ જેથી આ બાબતે સુરક્ષાને ધ્યાને લઇ ઉપરી અધિકારીઓ સાથે જરૂરી પરામર્શ કરી કાયદેસરની કાર્યવાહી કરી સદર ડેબ્રીશ ઇન્ડીયન એરફોર્સના અધિકારીઓને હેન્ડ ઓવર કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

કામગીરી કરનાર અધિકારીશ્રી તથા કર્મચારીઓ-

સદર કામગીરીમાં જખૌ પોલીસ સ્ટેશનના પો.સ.ઈ.શ્રી આર.જે.ગોહિલ તથા પો.કોન્સ. લાખીયારજી સોઢા તથા એસ.ઓ.જી., ભુજના એ.એસ.આઇ. જોરાવરસિંહ જાડેજા, એલ.આઇ.બી. ફિલ્ડના એ.એસ.આઇ. પુનશીભાઇ મહેશ્વરી તથા સ્ટેટ આઇ.બી.ના એ.આઇ.ઓ. બી.બી.સંઘારનાઓ જોડાયેલ હતા.