કેરા, કુંદનપુર, નારાણપર, બળદિયા તેમજ અન્ય ગામો માંથી પસાર થતા ઓવરલોડ વાહનો થી ગામ લોકોના જીવ જોખમમાં

કેરા, કુંદનપુર, નારાણપર, બળદિયા તેમજ અન્ય ગામો માંથી પસાર થતા ઓવરલોડ વાહનો થી ગામ લોકોના જીવ જોખમ માં અવારનવાર ઓવરલોડ વાહનો સર્જે છે અકસ્માત વર્ષોથી બાયપાસ ની માંગણી થી લોકો ત્રાસ્યા ચૂંટણી આવે એટલે નેતાઓ મોટી મોટી વાતો કરી અને ચાલતી પકડે છે કોઈ ઉકેલ આવતો નથી કેરા ગામમાં રોજ એક વાહન રોડ વરચે બંધ પડી જાય છે જેથી ટ્રાફિક પણ ખોરવાય છે ગઈ કાલે રાત્રે 8 કલાકે સ્વામિનારાયણ મંદિર પાસે એક લોડીંગ કન્ટેનર ફેલ થતા પાછળ હટતા અફરા તફરી મચી ગઇ હતી પાછળ ઉભી ગાડીઓ અને લોકોનો આબાદ બચાવ થયો હતો વારમવાર થતા અકસ્માતો થી લોકો પરેશાન થઈ ચૂક્યા છે તો આ બાયપાસ નો ઉકેલ આવશે કે માત્ર કાગળ પરજ બાયપાસ બતાવામાં આવશે તેવું ગામ લોકો જણાવી રહ્યા છે