નક્સલવાદી હુમલામાં ચાર જવાન શહીદ :એક ઘાયલ
copy image

દેશમાંથી નક્સલવાદનો સફાયો કરવાનાં અભિયાનને મળેલી સફળતા વચ્ચે છત્તીસગઢ રાજ્યમાં નક્સલવાદી હુમલામાં ચાર જવાન શહીદ થયા હતા, તો એક ઘાયલ થયો હતો.મળતી માહિતી અનુસાર ડિસ્ટ્રીક્ટ રિઝર્વગાર્ડના જવાનો એક સુધારેલાં વિસ્ફોટક ઉપકરણને નિષ્ક્રિય કરવાની કોશિશ ચાલુ હતી તેવામાં જીવલેણ ધડાકો થયો હતો. ખાસ જાણવા જેવી વાત તો એ છે કે, 31 માર્ચના દિવસે `નક્સલવાદ મુક્ત’ ઘોષિત કરાયા બાદ રાજ્યમાં નક્સલી ગતિવિધિ સાથે જોડાયેલો આ પહેલો ધડાકો હતો. નારાણપુર જિલ્લાની સરહદ નજીક ગાઢ જંગલ વિસ્તારમાં આ વિસ્ફોટ થયો હતો, તેવું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. ડી.આર.જી.ની ટીમે વિવિધ વિસ્તારોમાં આઇઇડી શોધીને નિષ્ક્રિય કરવાનું અભિયાન છેડયું હતું. બસ્તરના પોલીસ મહાનિર્દેશક સુંદરરાજ પટ્ટીલિંગને કહ્યું હતું કે, પોલીસ અને સુરક્ષાદળોએ સેંકડો સુરંગ નિષ્ક્રિય કરી નાખી છે. રસપ્રદ હકીકત એવી જાણવા મળી છે કે, થોડા સમય પહેલાં જ આત્મ સમર્પણ કરી ચૂકેલા કેટલાક નક્સલવાદીઓ પાસેથી મળતી બાતમી પરથી જવાનો અભિયાન છેડી રહ્યા છે.