કચ્છ–મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાએ લક્કી નાળે 77મા પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ ધ્વજવંદન કર્યું

ચ્છ–મોરબીના લોકસભા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ 77મા પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં નારાયણ સરોવર નજીક આવેલા લક્કી નાળાના બકલબેટ ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. આ અવસરે ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા શરૂ કરાયેલા દેશના પ્રથમ ‘સમુદ્રી સીમા દર્શન’ પ્રોજેક્ટ અંતર્ગત લક્કી નાળા ખાતે BSFના વીર જવાનો સાથે સરહદ દર્શન કરવામાં આવ્યું હતું. સાંસદ શ્રી ચાવડાએ સરહદ પર ફરજ બજાવતા જવાનોના શૌર્ય, ત્યાગ અને રાષ્ટ્રપ્રેમને બિરદાવ્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, ભુજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, BSF 176 બટાલિયનના કમાન્ડિંગ ઓફિસર શ્રી યોગેશકુમાર, BSFના જવાનો, નારાયણ સરોવરના ગાદીપતિ શ્રી સોનલલાલજી મહારાજ, પોલીસ સ્ટાફના જવાનો તેમજ લખપત તાલુકાના ભાજપ આગેવાનો હાજર રહ્યા હતા. આ પ્રસંગે દેશની સરહદની સુરક્ષા માટે અડગ રીતે સેવા આપતા જવાનોને સલામ અર્પણ કરવામાં આવ્યો હતો.