સાત વર્ષથી વિખૂટા પડેલા બાળકનું માતા સાથે મિલન કરાવતી કચ્છની બાળ સુરક્ષા કચેરી

            ચેરમેનશ્રી જિલ્લા બાળ સુરક્ષા એકમ અને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ તા.૨૦/૦૧/૨૦૨૬ ના રોજ માંડવી પોલીસ સ્ટેશન હદ વિસ્તારના કાઠડા ગામની સીમમાંથી મળી આવેલા બાળકનું રાજસ્થાનના પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું હતું. કાઠડા ગામની સીમમાંથી આશરે સત્તરેક વર્ષનો બાળક ગામના આગેવાનોને મળી આવ્યો હતો. ગામના આગેવાનો દ્વારા માંડવી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી બાળકને માંડવી પોલીસને સોંપવામાં આવ્યો હતો. આ બાળકને બાળ સંભાળ ગૃહમાં આશ્રય આપવા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી વી.બી.ડોરિયા દ્વારા કાર્યવાહી શરૂ કરાઈ હતી. બાળકને બાળ કલ્યાણ સમિતિ, કચ્છના ચેરપર્સનશ્રી રીટાબેન અઘ્યારૂસભ્યશ્રીઓ ગીરીશભાઇ ઝવેરી, હરીશભાઇ આહીરરસીલાબેન પંડયા અને મીન્ટુકુમારી ગળઘરીયાના દ્વારા એસ.ઓ.એસ.ચિલ્ડ્રન વિલેઝચિલ્ડ્રન હોમ ફોર બોયઝ,ગડા પાટિયાભુજ ખાતે આશ્રય આપવામાં આવ્યો હતો.

        સંસ્થાના ડીરેક્ટરશ્રી બિજલ તિવારી અને તેમની ટીમ દ્વારા કાઉન્સલિંગ કરતા બાળક પહેલા મઘ્યપ્રદેશનો વતની હોવાનું અને અલગ-અલગ નામ જણાવતો હતો. જેથી બાળકનું વારંવાર કાઉન્સલિંગ કરતા બાળકે જણાવેલ કેતે આશરે સાતેક વર્ષ પહેલા રાજસ્થાનના બાંસવાડાસજ્જનગઢથી નીકળી ગયો હતો અને ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યમાં અલગ અલગ જગ્યાએ ભટક્યા કરતો હતો. આ બાળક સુરત જવા નીકળ્યો હતો અને ટ્રેનમાં બેસી જતા તે અમદાવાદ પહોંચ્યો અને ત્યાંથી ભુજ રેલ્વે સ્ટેશન ખાતે ઉતરી ગયો હતો. બાળક ફરતો ફરતો માંડવી તાલુકાના કાઠડા ગામની સીમમાં પહોંચી ગયો હોવાનું સામે આવ્યું હતું.

        જિલ્લા બાળ સુરક્ષા એકમના સુરક્ષા અધિકારીશ્રી જગદીશભાઇ વણકર દ્વ્રારા રાજસ્થાનના બાંસવાડા પોલીસની મદદથી બાળકના કાકા સાથે બાળક અંગેની વિગતે ચર્ચા કરતા અને બાળકની માતા સાથે વીડિયો કોલથી વાત કરાવતા બાળક તેમનો જ પુત્ર હોવાનું સાબિત થયું હતું. આથી પરિવારના સંપર્કમાં રહીને તા.૨૫/૦૧/૨૦૨૬ના રોજ બાળકમાતા અને કાકાના જરૂરી આધારો પુરાવાની તપાસ બાદ બાળ કલ્યાણ સમિતિ ખાતે રજૂ કરીને બાળકનો કબજો તેમના પરિવારને સોંપવામાં આવ્યો હતો. આમબાળકનું તેના પરિવાર સાથે સાતેક વર્ષ બાદ મિલન થયું હતું. જિલ્લા બાળ સુરક્ષા એકમની ટીમને ટૂંક જ સમયમાં બાળકનુ પુનઃ સ્થાપન કરવામાં સફળતા મળી હતી.