રાપરમાં ચાર વર્ષીય બાળકી સાથે અડપલાં કરનાર નરાધમને જેલના હવાલે કરાયો

jail_bars

copy image

copy image

રાપરમાં ચાર વર્ષીય બાળકી સાથે અડપલાં થયા હોવાનો ચકચારી બનાવ સામે આવ્યો છે. ત્યારે આ બનાવ અંગે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, કરિયાણાની દુકાને વસ્તુ લેવા જનાર ચાર વર્ષીય બાળકી સાથે અડપલાં કરનાર નરાધમ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. ગત દિવસે બપોરના સમયે ભોગ બનનાર ચાર વર્ષીય એક બાળકી કરિયાણાની દુકાને નાસ્તો લેવા જઈ રહી હતી તે સમયે આરોપી ઈશમે આ બાળકી સાથે અડપલાં કર્યાં હતાં. ભોગ બનનાર ઘરે ન પોંચતા તેની માતા પાછળ-પાછળ જતાં આ કૃત્ય સામે આવ્યું હતું. આ મામલે આરોપી શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.