રાપર નજીક સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં 32 વર્ષીય યુવાન કાળનો કોળિયો બન્યો

copy image

copy image

રાપર તાલુકાના ખીરઇ નજીક સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં 32 વર્ષીય યુવાનનું મોત થયું છે. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, ગત તા. 24/1ના રોજ ખીરઇમાં રહેનાર રઘુવીરસિંહ નામનો યુવાન કારમાં કામ કરાવવા રાપર ગયેલ હતો, જ્યાથી કામ પતાવી અને પરત આવતી વેળાએ ખીરઇ નજીક વળાંક પર સામેથી આવી રહેલ ડમ્પરના ચાલકે કારને હડફેટે લેતા આ યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે ડમ્પરના ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.