એ.સી.બી ની સફળ ટ્રેપ
ફરીયાદી:- એક જાગૃત નાગરીક
આરોપી:
આરોપી નં.(૧) જય દિલીપકુમાર પંચોલી ઉ.વ.૨૪ ધંધો-નોકરી (કરાર આધારીત) પ્યુન, સરસપુર સિવીક સેન્ટર, સરસપુર, અમદાવાદ રહે,-૧૦૭૭, લુહાર શેરી, સરસપુર, અમદાવાદ
આરોપી નં.(૨) ભાગ્યેશ રમેશભાઇ સોલંકી ઉ.વ.૨૭ ધંધો-નોકરી(કરાર આધારીત) કોમ્પ્યુટર ઓપરેટર, રાજપુર અર્બન હેલ્થ સેન્ટર, રખીયાલ રોડ, અમદાવાદ રહે,-જનતાનગર સો.સા., વિવેકાનંદ સ્કુલની સામે, અમરાઇવાડી, અમદાવાદ
આરોપી નં.(૩) સંદીપ વક્તાજી પ્રજાપતિ ઉ.વ.૨૨ ધંધો- અભ્યાસ(પ્રજાજન) રહે.૧૩૬૩, મોટી વાસણ શેરી, સરસપુર, અમદાવાદ મુળ ગામ-ગોલાળા તા.જસવંતપુર, જી.જાલોર (રાજસ્થાન)
ટ્રેપની તારીખ:- ૨૮/૦૧/૨૦૨૬
લાંચની માંગણીની રકમ: રૂ.૩૨,૦૦૦/-
લાંચની સ્વીકારેલ રકમ: રૂ.૩૨,૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ: રૂ.૩૨,૦૦૦/-
ટ્રેપનુ સ્થળ: જનસેવા કેન્દ્ર, કલેકટર કચેરી, અમદાવાદ
ટુંક વિગત:
આ કામે હકીકત એવી છે કે, ફરિયાદીશ્રીનાઓએ પોતાનુ નવુ આધારકાર્ડ કઢાવવા માટે સરસપુર ખાતે આવેલ સીવીક સેન્ટર, રખીયાલ વોર્ડ, અમદાવાદ ખાતે આરોપી નં.(૧) નો સંપર્ક કરતા ફરીયાદીશ્રી પાસે પ્રથમ રૂ.૨૫,૦૦૦/- અને બાદમાં વધુ રૂ.૭,૦૦૦/- મળીને કુલ ૩૨,૦૦૦/- ની લાંચની માગણી કરેલ જે લાંચ ની રકમ ફરિયાદીશ્રી આપવા માગતા ન હોય, અમદાવાદ શહેર એસીબી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ આપતા લાંચના છટકાનુ આયોજન કરતા છટકા દરમ્યાન આરોપી નંબર (૧) નાઓએ આરોપી નં(૨) વતી ફરીયાદી પાસે લાંચની માંગણી કરી હેતુલક્ષી વાતચીત કરી આરોપી નં.(૧)ના કહેવાથી આરોપી નં.(૩) નાઓએ ફરીયાદીશ્રી પાસેથી લાંચના નાણા રૂ.૩૨,૦૦૦/- સ્થળ ઉપર સ્વીકારી પકડાઇ જઇ, આમ ત્રણે આરોપી એકબીજાની મદદગારી કરી લાંચની માગણી કરી રકમ સ્વીકારી પકડાઇ જઇ ગુનો કર્યા બાબત.
ટ્રેપિગ અધિકારી:-
શ્રીમતી વી.ડી.ચૌધરી, પો.ઇન્સ.
અમદાવાદ શહેર એ.સી.બી. પો.સ્ટે.
તથા એ.સી.બી. ટીમ
સુપર વિઝન અધિકારી :
શ્રી એમ.એચ.પુવાર,
મદદનિશ નિયામક,
એ.સી.બી. અમદાવાદ એકમ,
અમદાવાદ.
ઇન્ચાર્જ અધિકારી :
શ્રી હરેશ મેવાડા
નાયબ નિયામક,
એ.સી.બી. અમદાવાદ ગુ.રા.
અમદાવાદ.