સાતેક માસ પૂર્વે થયેલ વાયર ચોરીના અન ડિટેક્ટ ગુનાને ડિટેકટ કરી આરોપીઓને પકડી પાડતી લાકડીયા પોલીસ

મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજ કચ્છ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ તથા મે.નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબનાઓએ મિલકત તથા શરીર સબંધી અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરી આરોપીઓને પકડી પાડવા આપેલ સુચના અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.એમ.જાડેજા લાકડીયા પોલીસ સ્ટેશનનાઓની સુચના આધારે લાકડીયા પોલીસ સ્ટાફના માણસો દ્વારા છએક મહિના પહેલા લાકડીયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના શિવલખા સિમ વિસ્તારમાથી નિકળતી પાવરગ્રીડ વિજલાઇનમાંથી આશરે પાંચેક લાખની એલ્યુમીનીયમ વાયરની ચોરી તથા નુકશાની થયેલ હોય જે હ્યુમન સોર્સ તથા ટેકનીકલ સર્વેલસ આધારે ત્રણ ચોર ઇસમો તથા ચોરીનો માલ ખરીદનાર ઇસમને પકડી ચોરીમા ગયેલ મુદામાલ રિકવર કરી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે.
શોધાયેલ ગુનો
લાકડીયા પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૯૯૩૦૧૧૨૫૦૩૦૧/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૩૦૩(૨),૩૨૪(૫),૫૪
ચોરી કરનાર આરોપીઓ :-
(૧) અબ્દુલ મજીદ ઉર્ફે મજીયો ઉમરભાઇ મેર(મુસ્લીમ) ઉ.વ.૨૭ રહે.મસ્જીદની બાજુમા નાના વરનોરા તા.જી.ભુજ
(૨) અભાસ ઉર્ફે અબ્બાસ કાસમભાઈ મેર (મુસ્લીમ) ઉ.વ.૨૬ રહે- હાલે.રેલ્વે સ્ટેશનની બાજુમા ભિડ નાકા ભુજ મુળ-રહે.પ્રાથમીક શાળાની બાજુમા વાડા તા.અંજાર જી.કચ્છ
(૩) સલીમ મામદભાઈ મોખા (મુસ્લીમ) ઉ.વ.૨૦ રહે.મસ્જીદની બાજુમા નાના વરનોરા તા.જી.ભુજ
ચોરીનો માલ ખરીદનાર આરોપી:-
(૧) અસલમ મામદશા સેખ ઉ.વ.૩૩ રહે.શેખ ટીંમ્બો અંજાર જી.કચ્છ

આરોપીનો ગુનાહિત ઇતીહાસ
અબ્દુલ મજીદ ઉર્ફે મજીયો ઉમરભાઈ મેર(મુસ્લીમ) રહે.મસ્જીદની બાજુમા નાના વરનોરા તા.જી. ભુજ
(૧) પધ્ધર પોલીસ સ્ટેશન ગુના નં.૦૫૬૨/૨૦૨૫ બી.એન.એસ.કલમ ૩૦૩(૨),૫૪
આ કામગીરીમા પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી જે.એમ.જાડેજા તથા લાકડીયા પોલીસ સ્ટાફના માણસો જોડાયેલ હતા.