ગાંધીધામના ચુડવાના સીમમાં 20 વર્ષીય યુવાનનો આપઘાત

copy image

copy image

ગાંધીધામ ખાતે આવેલ ચુડવાના સીમ વિસ્તારમાં પ્લોટમાં રહેનાર 20 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, ચુડવાના સીમ વિસ્તારમાં આરીફભાઈના પ્લોટમાં રહેનાર અખિલેશ જયાહીર કુશવાહા નામનો યુવાન ગત તા. 26/1ના રાત્રીના પોતાના રૂમ ઉપર હતો. તે સમયે કોઈ અકળ કારણોસર તેને ગળેફાંસો ખાઈ પોતાના જીવનનો અંત આણ્યો હતો. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.