ભુજમાંથી આંકડાનો જુગાર રમાડતા શખ્સને પોલીસે દબોચ્યો
copy image

ભુજના ઠોઠાવંડી નજીક આંકડાનો જુગાર રમાડતા શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, પોલીસની ટીમ ડ્યૂટી પર હતી ત્યારે બપોરના સમયે તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે,ઠોઠાવંડી નજીક જાહેરમાં કોઈ ઈશમ ટાઇમ ક્લોઝ બજારનો વરલી મટકાના આંક ફરકના આંકડાનો જુગાર રમી રમાડી રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને હકીકત વાળા સ્થળ પર રેડ પડી આરોપી ઈશમને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. પોલીસે પકડાયેલ શખ્સ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.