વડોદરામાં પીવાના પાણીની સમસ્યાથી ત્રસ્ત થયેલ સ્થાનિકોએ માટલા ફોડી રોષ ઠાલવ્યો

copy image

copy image

વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં પાણીની સમસ્યાને કારણે સ્થાનિકોએ લોકોએ માટલા ફોડી રોષ ઠાલવ્યો હોવાની ચર્ચાઓ સામે આવી રહી છે. ત્યારે આ મામલે સૂત્રો જણાવી રહ્યા છે, વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં પરશુરામ ભઠ્ઠામાં પીવાના પાણીની સમસ્યાથી લોકો ત્રસ્ત થઈ ચૂક્યા છે. ત્યારે અહીના રહીશોએ માટલા ફોડી કોર્પોરેશન તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હોવાની વિગતો સામે આવી છે. વધુમાં સૂત્રોનું કહેવું છે અહીના સ્થાનિક લોકોએ આગામી સમયમાં આવી રહેલી ચૂંટણીમાં વોટ બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી છે.