ઠંડીને લઈને મહત્વના અહેવાલ : આગામી બે દિવસ ઠંડીમાં ઘટાડો થવાની સંભાવના

image-287

copy image

copy image

ઠંડીને લઈને મહત્વના અહેવાલ સામે આવી રહ્યા છે. પ્રાપ્ત થતી વિગતો મુજબ, ગુજરાત રાજ્યમાં આગામી બે દિવસ ઠંડીમાં આંશિક ઘટાડો સંભાવના જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી અનુસાર આગામી 48 કલાકમાં ત્રણથી પાંચ ડિગ્રી સુધી તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. જોકે ત્રણ દિવસ બાદ બેથી ત્રણ ડીગ્રી તાપમાન ઘટી શકે છે. પવનની ગતિ 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. આ વાતાવરણમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચન કરાયું છે.