પંચમહાલમાંથી રૂ.10.55 લાખનો ગાંજો ઝડપાયો : એકની થઈ ધરપકડ

image-285

copy image

copy image

સૂત્રો જણાવી રહ્યા છે, પંચમહાલમાંથી રૂ.10.55 લાખના ગાંજા સાથે એક શખ્સને SOGની ટીમે ઝડપી પાડ્યો છે. ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, પંચમહાલના મોરવાહડફ તાલુકાના સાગવાડા ગામમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસની ટીમ ડ્યૂટી પર હતી ત્યારે તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, સાગવાડામાં ગાંજાની ખેતી થઈ રહી છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી બાતમી હકીકત વાળા સ્થળ પરથી 6 લીલા ગાંજાના છોડ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે રૂ.10.55 લાખની કિંમતનો ગાંજો કબ્જે કરી આગળને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.