કચ્છ જિલ્લાની આંગણવાડીઓમાં ‘પૂર્ણા દિવસ’ ની શાનદાર ઉજવણી

પૂર્ણા દિવસ દર મહિનાના ચોથા મંગળવારે આંગણવાડી કેન્દ્ર પર ખાસ ૧૫ થી ૧૮ વર્ષ ની તમામ કિશોરીઓ માટે ખાસ અલગ
અગલ થીમ મુજબ ઉજવવામાં આવે છે. ૨૭ જાન્યુઆરી, ૨૦૨૬ ચોથો મંગળવારે કચ્છ જિલ્લામાં આંગણવાડી કેન્દ્રો
પર જાન્યુઆરી માસના ચોથા મંગળવારે ‘પૂર્ણા દિવસ’ અને ‘અન્ન વિતરણ દિવસ’ ની ઉત્સાહભેર ઉજવણી
કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કિશોરીઓના સ્વાસ્થ્ય અને પોષણ સ્તરમાં સુધારો લાવવાનો
રહ્યો હતો.
આ વખતની ઉજવણીમાં ‘રમતગમત’ ને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. કિશોરીઓમાં ખેલદિલીની
ભાવના વધે અને શારીરિક ક્ષમતા કેળવાય તે હેતુથી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક
કિશોરીનું વજન અને ઊંચાઈ માપવામાં આવ્યા હતા. સાથે જ, તેમનું HB (હિમોગ્લોબિન) તપાસીને પોષણ સ્તરની
ચકાસણી કરવામાં આવી હતી. અન્ન વિતરણ દિવસ અંતર્ગત કિશોરીઓને પૌષ્ટિક આહાર અને પૂર્ણા શક્તિના
પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ દરમિયાન આંગણવાડી કાર્યકર અને આરોગ્યકર્મીઓ દ્વારા
કિશોરીઓને વિસ્તૃત સમજ આપવામાં આવી હતી: શારીરિક પ્રવૃત્તિનું મહત્વ: તંદુરસ્ત જીવનશૈલી માટે દરરોજ
કસરત અને શારીરિક શ્રમ અનિવાર્ય છે. યોગનું મહત્વ: માનસિક શાંતિ અને શારીરિક લવચીકતા માટે
યોગાભ્યાસ કરવા પ્રેરિત કરવામાં આવ્યા.રમતગમતના ફાયદા: રમતો દ્વારા માત્ર શરીર જ નહીં, પણ નેતૃત્વના
ગુણો અને માનસિક શક્તિ પણ વધે છે. પોષણ સ્તર: કિશોરાવસ્થામાં લોહતત્વ (Iron) યુક્ત ખોરાક લેવા અને
એનીમિયા (પાંડુરોગ) થી બચવા માટે જરૂરી પોષણ પર ચર્ચા કરવામાં આવી.: આમ, કચ્છ જિલ્લાના દરેક
આંગણવાડી કેન્દ્ર પર પૂર્ણા દિવસની ઉજવણી દ્વારા કિશોરીઓને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરી, તેમને સશક્ત
બનાવવાનો એક સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો.