પૂર્વ કચ્છમાં પીજીવીસીએલ મેગા ડીસકનેક્શન ડ્રાઇવમાં ૬૪૮ જેટલા વીજ કનેક્શનો કપાયા

પૂર્વ કચ્છ વિસ્તારમાં પીજીવીસીએલ દ્વારા આજે તારીખ ૨૮-૦૧-૨૦૨૬ના રોજ મેગા વિજ કનેક્શન ડિસકનેક્શન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવ અંતર્ગત ઉદ્યોગો તથા કોમર્શિયલ (વ્યાવસાયિક) વીજ કનેક્શનોના ફિઝિકલ ડિસકનેક્શનની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ ઝુંબેશમાં ભચાઉ, સામખયાળી, ગાંધીધામ, આદિપુર, રામબાગ, મેઘપર તથા અંજાર પેટા વિભાગીય કચેરીઓના વિસ્તારમાં બહારથી આવેલી કુલ ૪૨ ટીમો અને સ્થાનિક ૫૧ ટીમો એમ કુલ ૯૩ ટીમો દ્વારા આશરે ૬૪૮ જેટલા વીજ કનેક્શનોનું ડિસકનેક્શન કરવામાં આવ્યું હતું.
ડિસકનેક્શન ના પગલે ગ્રાહકોને હાલાકી ભોગવવી પડી હતી. ત્યારબાદ ગ્રાહકો દ્વારા કચેરીઓમાં હાજર રહી KYC માટે જરૂરી મિલકત આધાર પુરાવા, ભરવા પાત્ર સિક્યુરિટી ડિપોઝિટ તથા રી-કનેક્શન ચાર્જ ભરવામાં આવ્યા અને તેમની વીજ પુરવઠાની પુનઃ જોડાણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ મેગા ડ્રાઈવ દરમિયાન પીજીવીસીએલની કચેરીઓમાં કુલ અંદાજે ૨.૨૬ કરોડ રૂપિયાનું કલેક્શન આવેલ છે.
પીજીવીસીએલ દ્વારા સ્પષ્ટ કરવામાં આવે છે કે આવી ડિસકનેક્શન કાર્યવાહી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે. હવે આવનારા સમયમાં ખેતીવાડી તથા રહેણાંક વીજ કનેક્શનો માટે પણ વીજ કપાત ઝુંબેશ હાથ ધરવામાં આવશે.
આ જ અનુસંધાને આગામી મેગા ડિસકનેક્શન ડ્રાઈવ તારીખ: ૩૦-૦૧-૨૦૨૬ના રોજ ભુજ વર્તુળ કચેરી ખાતે યોજાનાર છે, જેમાં ભુજ સિટી-૧/૨, ભુજ રૂરલ, કુકમા તથા ભુજોડી પેટા વિભાગીય કચેરીઓનો સમાવેશ કરવામાં આવશે.
અત્રે તમામ વીજ ગ્રાહકોને ડિસકનેક્શનથી બચવા બાકી વીજ બિલ લેણા તાત્કાલિક ભરવા તે નોંધવું રહ્યું.