ત્રાયા અને રાયધણપર ગામે ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગા દ્વારા સાર્વજનિક શેડનું લોકાર્પણ કરાયું

  આજરોજ ભુજ તાલુકાના ત્રાયા અને રાયધણપર ગામે ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાની ગરિમામય ઉપસ્થિતિમાં સાર્વજનિક શેડનું લોકાર્પણ સંપન્ન થયું હતું. ત્રાયા ગામ ખાતે બીકેટી કંપનીના સીએસઆર ફંડમાંથી રૂ.૧૫ લાખથી વધુના ખર્ચે સાર્વજનિક શેડનું લોકાર્પણ રાજ્યમંત્રીશ્રી દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, રાજ્યમંત્રીશ્રીએ રાયધણપર ગામ ખાતે પણ બીકેટીના સહયોગથી રૂ. પાંચ લાખના ખર્ચે નિર્મિત નૂતન સાર્વજનિક શેડનું લોકાર્પણ કર્યું હતું.

        આ લોકાર્પણ કાર્યક્રમ નિમિત્તે રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કેબીકેટી કંપની આજુબાજુના વિસ્તારોમાં અનેક માળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં સીએસઆરના માધ્યમથી સહભાગી બની રહી છે. રાજ્યમંત્રીશ્રીએ બીકેટી કંપનીની સામાજિક જવાબદારીને બિરદાવી હતી. રાજ્યમંત્રીશ્રીએ દીકરીઓના ઉચ્ચ શિક્ષણને બિરદાવતા જણાવ્યું હતું કેગામડાઓમાં માળખાકીય સુવિધાઓના વિકાસથી બાળકો આજે ઉચ્ચશિક્ષણ સુધી પહોંચ્યા છે. વડાપ્રધાનશ્રીના વિઝનથી જનજનને વિકાસની પ્રતિતી થઈ રહી છે. તેઓએ વિવિધ કલ્યાણકારી યોજનાઓ લાભ લઈને રાજ્ય અને દેશની પ્રગતિમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.

        રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાનું ત્રાયા અને રાયધણપર ખાતે કચ્છી સંસ્કૃતિ મુજબ ઢોલ શરણાઈથી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉચ્ચશિક્ષણ મેળવીને ડૉક્ટર બનવા સુધીની સિદ્ધિ હાંસલ કરનારી દીકરીઓને રાજ્યમંત્રીશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવી હતી.

        સ્વાગત પ્રવચન કરતાં બીકેટી કંપનીના એજીએમ શ્રી ડી.બી.ઝાલાએ જણાવ્યું હતું કેગ્રામલોકોના સહકારથી કંપની પોતાની સામાજિક જવાબદારી આ પ્રકારના લોકકાર્યો કરીને નિભાવતી રહેશે. જિલ્લા પંચાયત સદસ્યશ્રી શ્રી હરિભાઈ જાટીયાએ ગામના વિકાસમાં સહભાગી બનવા કંપનીનો આભાર માન્યો હતો. બાંધકામ સમિતિના ચેરમેનશ્રી મશરૂભાઈ રબારીએ જણાવ્યું હતું કેરાજ્યમંત્રીશ્રીની આગેવાનીમાં અનેક વિકાસલક્ષી કામો થઈ રહ્યા છે.

        આ કાર્યક્રમમાં ભુજ તાલુકા પંચાયત પ્રમુખશ્રી વિનોદભાઈ વરસાણીત્રાયા ગામના સરપંચશ્રી ધનજીભાઈ બકુતરાઅગ્રણી સર્વશ્રી ભીમજીભાઈ જોધાણીશ્રી ધનજીભાઈ ચાવડા, શ્રી દામજીભાઈ ચાડ, બીકેટીના શ્રી એમ.એમ.મકવાણાશ્રી વિરમભાઈ આહિરશ્રી દેવજીભાઈ ચાવડાશ્રી લક્ષ્મણભાઈ મેરિયા, , શ્રી અશોકભાઈ બરાડીયા સહિત પદાધિકારીશ્રીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી મનન ઠક્કરે કર્યું હતું.