77માં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ICDS ભુજ દ્વારા વિવિધ યોજના વિષે લોક જાગૃતિનો મુખ્યસ્ત્રોત બન્યા ટેબ્લો

કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ ખાતે આયોજિત 77માં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનની શાનદાર
ઉજવણીમાં વિવિધ વિભાગો દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલી ઝાંખીઓમાં ICDS (મહિલા અને બાળ વિકાસ વિભાગ)
શાખાના ટેબ્લોએ ICDS ની વિવિધ યોજના લોકજાગૃતિ માટે સુંદર પ્રયાસ કરેલ.
આ વર્ષે ICDS દ્વારા તૈયાર કરવામાં આવેલ ટેબ્લોનો મુખ્ય હેતુ “પૂર્વ પ્રાથમિક શિક્ષણ” અને “સુપોષિત કચ્છ”
અભિયાનને વેગ આપવાનો હતો. ટેબ્લોના માધ્યમથી આંગણવાડી કેન્દ્રોમાં આપવામાં આવતું શિક્ષણ, પોષણક્ષમ
આહાર અને ICDS ની વિવિધ કલ્યાણકારી યોજનાઓની જીવંત પ્રસ્તુતિ કરવામાં આવી હતી. ગ્રામીણ અને શહેરી
વિસ્તારના લોકોમાં સ્વાસ્થ્ય અને શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવે તે માટે આ ટેબ્લોમાં વિસ્તૃત માહિતી પ્રદર્શિત
કરવામાં આવી હતી.
આ ટેબ્લોને કલાત્મક રીતે તૈયાર કરવામાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી ડી.ડી.પંડયાનાં માર્ગદર્શન હેઠળ
ICDSની સેવાઓનો વ્યાપક પ્રચાર-પ્રસાર કરવામાં જિલ્લા કચેરીનાં જીલ્લા પ્રોગ્રામ આસીસ્ટન્ટ ધ્વની ગોર
અને ICDS કચેરી ઘટક-1, અને 3 ના CDPOશ્રી, સુપરવાઇઝર બહેનો તેમજ આંગણવાડી કાર્યકર બહેનોએ ભારે
જહેમત ઉઠાવવામાં હતી. પોતાના આંગણવાડી કેન્દ્રમાં ખુબજ સારી કામગીરી કરતા આંગણવાડી કાર્યકર શ્રી કોમલબેન
ગોસ્વામી દ્વારા અન્નપુર્ણા પૂર્ણા બનીને ICDSની છ સેવાઓ પ્રસ્તુત કરી હતી.જેના થકી મોટી સંખ્યામાં લોકો સુધી
સરકારી યોજનાઓની માહિતી અત્યંત સરળ શૈલીમાં પહોંચાડી શકાઈ હતી. પ્રજાસત્તાક પર્વમાં આ ટેબ્લાને
નિહાળી વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને મહાનુભાવો દ્વારા ICDS ની સમગ્ર ટીમને અભિનંદન પાઠવવામાં
આવ્યા હતા.