ભુજના ઝુરામાંથી નવ ખેલીઓ ઝડપાયા

copy image

copy image

ભુજના ઝુરામાંથી 33 હજારના મુદ્દામાલ સાથે નવ જુગાર પ્રેમીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, માધાપર પોલીસની ટીમ ડ્યૂટી પર હતી તે સમયે તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ભુજ તાલુકાનાં જુરા ગામમાં વાંઢાના રહેણાક મકાનના આંગણામાં અમુક ઈશમો રૂપિયાની હારજીતો જુગાર રમી રહ્યા છે. મળેલ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી અહીથી રોકડા રૂા. 13,600 તથા ચાર મોબાઈલ કિં. રૂા. 20,000 મળી કુલ રૂા. 33,600ના મુદ્દામાલ સાથે નવ જુગારીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ શખ્સો પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.