અદાણી સિમેન્ટ દ્વારા સાંધીપુરમ ખાતે ૫૦ એકરમાં બાયોડાયવર્સિટી પાર્કનું ઉદઘાટન

ગૌ માતાની સેવા માટે નવું પગલું: સાંધીપુરમમાં ૧૧ દેશી ગાયોની ગૌશાળાનું નિર્માણ
તંત્રી શ્રી માટે સારાંશ:
સ્થાનિક ઇકોસિસ્ટમનું સંરક્ષણ, વન્યજીવો તથા પક્ષીઓ માટે કુદરતી આવાસનું નિર્માણ
અને પ્રદૂષણ-મુક્ત લીલું વાતાવરણ ઊભું થશે.
દેશી ગૌશાળા (૧૧ દેશી નસલની ગાયો) અને ઓર્ગેનિક ખેતી થકી સાર-સંભાળ.
સ્થાનિક વૃક્ષો, ફળદ્રુમો (ખાસ કરીને ૫,૦૦૦+ કેસર કેરીના આંબા) અને અન્ય છોડનું
વાવેતરથી વિવિધ પ્રજાતિઓના પક્ષીઓ, જંતુઓ અને વન્યજીવો માટે કુદરતી આવાસ
(habitat) ઊભું થશે.
૩૦ જાન્યુઆરી, ૨૦૨૬: અદાણી સિમેન્ટ (સાંધીપુરમ યુનિટ) દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ
વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાના ભાગરૂપે, ૨૯ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ અબડાસા તાલુકાના
સાંધીપુરમ ખાતે “શાંતિ શરણમ્” નામના બાયોડાયવર્સિટી પાર્કનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું
હતું.
આ ઐતિહાસિક પ્રસંગે પ. પૂ. ખીમશ્રી માતાજી, પ. પૂ. ધનબાઈ માતાજી (ભગવતી કૃપા, મોટા
રતડીયા), પ. પૂ. જનકદાસ બાપુ (મહંતશ્રી રામ મંદિર, રામવાડા), આદરણીય શાસ્ત્રીજી શ્રી
કશ્યપભાઈ જોશી (મોટા ભાડીયા) ની ઉપસ્થિતિમાં અદાણી પોર્ટ્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી
રક્ષિતભાઈ શાહ ના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમા અદાણી સિમેન્ટના શ્રી સંજય વશિષ્ઠ
સહિત અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે અદાણી પોર્ટ્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી રક્ષિતભાઈ શાહે જણાવ્યું હતું કે, ૫૦
એકર વિસ્તારમાં ફેલાયેલો આ “શાંતિ શરણમ્” બાયોડાયવર્સિટી પાર્ક અદાણી ગ્રુપના ‘Growth
with Goodness’ મંત્રને સાર્થક કરતું એક મહત્વપૂર્ણ પગલું છે. આ પાર્કનો મુખ્ય ઉદ્દેશ્ય
સ્થાનિક ઇકોસિસ્ટમનું સંરક્ષણ કરવું, વન્યજીવો તથા પક્ષીઓ માટે કુદરતી આવાસનું નિર્માણ કરવું
અને પ્રદૂષણ-મુક્ત લીલું વાતાવરણ ઊભું કરવાનો છે. તેમણે વધુમાં જણાવ્યું કે આગામી સમયમાં
આ પાર્કમાં હજુ વધુ આકર્ષણો અને સુવિધાઓ વિકસાવવામાં આવશે. આ ઉપરાંત, તેમણે
આસપાસના અન્ય ઉદ્યોગોને પણ આવા જૈવવિવિધતા પાર્ક બનાવવા માટે આહ્વાન કર્યું હતું, જેથી
કચ્છના આ શુષ્ક પ્રદેશમાં કુદરતી ઇકોસિસ્ટમમાં વધારો થઈ શકે અને વિસ્તાર વધુ વૈવિધસભર
બને.
આદરણીય શાસ્ત્રીજી શ્રી કશ્યપભાઈ જોશી (મોટા ભાડીયા)ની પ્રેરણા અને માર્ગદર્શનથી આ દેશી
ગૌશાળા તથા “શાંતિ શરણમ્” જૈવવિવિધતા (બાયોડાયવર્સિટી) પાર્કની શરૂઆત થઈ રહી છે.
શાસ્ત્રીજી, જે કચ્છના મોટા ભાડીયા ગામ સાથે જોડાયેલા છે અને ભાગવત કથા, ગૌ કથા તથા
શિવ મહાપુરાણ જેવી ધાર્મિક કથાઓ દ્વારા લોકોમાં ભક્તિ, ગૌ સેવા અને પર્યાવરણ જાગૃતિનો
સંચાર કરે છે, તેમની પ્રેરણાથી આ પ્રોજેક્ટ વધુ અર્થપૂર્ણ બન્યો છે. તેમના આશીર્વાદ અને વિચારોને
અનુરૂપ, આ ગૌશાળામાં ૧૧ દેશી નસલની ગાયોની સેવા અને પાર્કમાં કુદરતી જીવસૃષ્ટિનું સંરક્ષણ
થઈ રહ્યું છે.
બાયોડાયવર્સિટી પાર્કની મુખ્ય વિશેષતાઓ:
૧. કેસર કેરીનું વિશાળ વાવેતર: પાર્કમાં ૫,૦૦૦ થી વધુ કેસર કેરીના આંબા ઉછેરવામાં આવ્યા છે,
જે સ્થાનિક બાગાયત ક્ષેત્રને મજબૂત બનાવશે.
૨. દેશી ગૌશાળા: અહીં ૧૧ દેશી નસલની ગાયો સાથેની એક સુસજ્જ ગૌશાળા બનાવવામાં આવી
છે, જે કુદરતી ખેતીને પ્રોત્સાહન આપશે.
૩. ૧૦૦% માઈક્રો-ઇરિગેશન: પાણીના કરકસરભર્યા ઉપયોગ માટે સમગ્ર પાર્કમાં ટપક સિંચાઈ
પદ્ધતિનો અમલ કરવામાં આવ્યો છે.
૪. આધુનિક સુવિધાઓ: મુલાકાતીઓ માટે સુંદર ગાઝેબો (Gazebos) અને ટાઉનશીપના
રહેવાસીઓ માટે ખાસ વોકિંગ ટ્રેકની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
વૃક્ષોનું વાવેતર અને લીલો વિસ્તાર કાર્બન ડાયોક્સાઇડને શોષીને હવાને શુદ્ધ કરશે અને ગ્લોબલ
વોર્મિંગ સામે લડવામાં મદદ કરશે. કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડો થશે. ગ્રીન બેલ્ટ અને વૃક્ષો હવાના
પ્રદૂષકોને ઘટાડશે, જેથી આસપાસના વાતાવરણમાં સુધારો થશે. વર્મી કમ્પોસ્ટ, બાયો-ગેસ પ્લાન્ટ,
સોલર લાઇટિંગ અને સુવેજ ટ્રીટેડ વોટરનો ઉપયોગ જેવા આગામી પ્રોજેક્ટ્સથી પર્યાવરણને વધુ
મજબૂત બનાવશે.
ઉપરાંત વોકિંગ ટ્રેક, ગાઝેબો, પાર્ક અને સ્પોર્ટ્સની સુવિધાઓથી લોકોને ખુલ્લી હવામાં વ્યાયામ
અને આરામ મળશે, જે શારીરિક અને માનસિક આરોગ્ય સુધારશે. પાર્ક પર્યાવરણીય અભ્યાસ,
સંશોધન અને પ્રકૃતિ પ્રેમીઓ માટે આકર્ષણ બનશે, જેથી સ્થાનિક લોકોને પ્રવાસન સંબંધિત
રોજગારી મળી શકે અને ઇકો-ટુરિઝમની તક નો વિકાસ થશે. આગામી તબક્કામાં વર્મી કમ્પોસ્ટ
યુનિટ, સોલર લાઇટિંગ, વરસાદી પાણીનો સંગ્રહ, બાયો-ગેસ પ્લાન્ટ અને સુવેજ ટ્રીટેડ વોટરનો
ઉપયોગ જેવા વધુ ટકાઉ પ્રોજેક્ટ્સ હાથ ધરાશે.