કુંભારિયામાં 17 વર્ષીય કિશોરીનો આપઘાત
copy image

રાપર તાલુકાનાં કુંભારિયામાં 17 વર્ષીય કિશોરીએ ગળે ફાંસો ખાઈ જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. ત્યારે આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, કુંભારિયા ગામમાં રહેનાર નીમુ નામની કિશોરીએ આપઘાતી પગલુ ભરી લીધું હતું. હતભાગી ગત દિવસે સવારના સમયે હું દુકાને જાઉં છું એવું કહી અને ઘરેથી નીકળી ગયેલ હતી. ત્યારે બાદ ગામના સીમ વિસ્તારમાં લીમડાના ઝાડમાં દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો. કિશોરીએ કયા કારણોસર આવું પગલું ભર્યું હશે તે સહિતની આગળની વધુ તપાસ પોલીસે આદરી છે.